મેજર બનીને મહિલાઓને લગ્નના નામે ઠગતો વ્યક્તિ નીકળ્યો 9 પાસ

  • લગ્નના નામે કરતો ઠગાઇ
  • પોતાને બોલતો હતો આર્મી મેજર, નીકળ્યો 9 પાસ
  • 17 મહિલાઓ પાસેથી ઠગી ચૂક્યો છે 6.61 કરોડ

હૈદરાબાદ: ઠગાઈની વાત આવે એટ્લે દરેકના મનમાં એક મોટા ઠગ નટવરલાલનું નામ જરૂર આવે. એ માણસ જે કોઈને કોઈ નવી યુક્તિ કરી અને ઠગાઇ કરતો હતો. આવી જ એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિ વિચિત્ર ઠગાઇ કરતો. જેની ધરપકડ પોલીસે કરી છે.

હૈદરાબાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પોતાને સેનાનો ઓફિસર બોલતો હતો અને મહિલાઓ સાથે લગ્નનું પ્રોમિસ કરી અને તેને ઠગતો હતો. આમ તે અલગ અલગ મહિલાઓ પાસેથી 6.61 કરોડની લૂંટી ચૂક્યો હતો. આ વ્યકિતિની ઉમર 42 વર્ષની છે અને અત્યાર સુધીમાં તેને 17 જેટલી મહિલાઓને ઠગી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તેના પાસેથી 3 જોડી સેનાના યુનિફોર્મની સાથે સાથે તેની પાસે એક ડમી પિસ્તોલ પણ હતી અને એક નકલી આર્મીનું ID કાર્ડ, એક નકલી ડિગ્રી, 4 મોબાઇલ ફોન, 3 કાર અને 85 હજાર રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા છે.

તો જાણો કોણ છે આ વ્યક્તિ અને શું છે તેનું બૅકગ્રાઉન્ડ:

પોલીસના જણાવ્યા મુજબ મુદાવથ શ્રીનુ નાઈક (Mudavath Srinu Naik) ઉર્ફે શ્રીનિવાસ ચૌહાણ(Srinivas Chowhan)પ્રકાસમ જિલ્લાના મુંડલમ્મૂરુ મંડળના કેલમપલ્લી ગામનો વતની છે. શ્રીનુ નાઈકે લગ્નના બહાને 17 મહિલાઓની છેતરપિંડી કરી હતી અને તેમના પરિવારજનો પાસેથી 6.61 કરોડ રૂપિયા લીધા હતા. સામે આવ્યું છે કે તેના લગ્ન અમૃતા દેવી નામની મહિલા સાથે થયા છે. તેમનો દીકરો ધોરણ 12માં અભ્યાસ કરે છે આ આરોપી 2014માં હૈદરાબાદ આવી ગયો હતો અને જવાહર નગરમાં રહેતો હતો. શ્રીનું એ પોતાના પરિવારને એમ કહ્યું હતું કે તે ભારતીય સેનમાં મેજરની નોકરી કરે છે. અને ત્યાર બાદ તેને એક ફેક ID પણ બનવ્યું હતું. જેમાં તેની જન્મ તરીખ 12-08-1979ની જગ્યાએ 27-08-1986 હતી.

કેવી રીતે મહિલાઓના સંપર્કમાં આવતો?

પૂછપરછમાં ખબર પડી કે શ્રીનું મેરેજ બ્યૂરો અથવા પોતાના સગા સંબંધીઓની મદદથી અમીર છોકરીઓ શોધતો હતો અને ત્યાર બાદ તે પોતાને આર્મીમાં મેજર છે તે રીતે વાત કરી અને પોતાની જાળમાં ફસાવી લેતો હતો. તે પોતાને પૂણેની નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી ગ્રેજયુએટ છે તેમ બોલતો હતો. અને બોલતો કે તે હૈદરાબાદ રેંજમાં મેજર છે. આ ઠગઇના પૈસાથી તેને એક મકાન 3 કાર અને મોજ શોખના અનેક સંસાધનો ખરીદ્યા હતા.

Leave a Comment