રાજસ્થાનની એક ગૌશાળમાં એવું તે શું થયું કે અચાનક 100 ગાયનું મૃત્યુ થયું!

રાજસ્થાનના ચુરુ જિલ્લો અહીં બિલયુબાસ રામપુર નામનું એક ગામ છે. ત્યાં શ્રી રામ નામની એક મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં રહેતી 100થી વધુ ગાય કાળનો કોળિયો બની છે. હજુ પણ અમુક ગાયમાં બીમારીના લક્ષણો જોવા મળી રહયા છે. વાત 20 નવેમ્બરની છે અચાનક ગાયની તબિયત બગડી હતી અને ધીમે ધીમે મૃત્યુ થવા લાગ્યા. એક જ દિવસમાં આ શ્રી રામ ગૌશાળાની 75 ગાય રામ ચરણ પામી હતી. જોકે આ ઘટના બનતાની સાથે પશુપાલન વિભાગ અને પશુ ડોક્ટરએ ફટાફટ કામગીરી શરૂ કરી હતી. સારવાર બાદ પણ આ મોતનો સિલસિલો રોકાતો ન હતો.

તો જાણો શું છે, આ મોત પાછળનું કારણ:

પ્રથમ નજરે જોતાં એવું લાગ્યું હતું કે આ તેના ઘાસ-ચારાને કારણે થયું છે. અને તેના આ ઘાસ અને પાણીના સેમ્પલ લઈ અને લેબ.માં પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ત્યાની મામલતદાર કચેરીમાં પણ કરવામાં આવી. આ જાણ થતાં જ પ્રશાસનના અધિકારી અને પોલિસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તાલુકામાં કાર્યરત દરેક પશુ ચિકિત્સકને પણ બોલવાયા હતા.

અધિકારી રીના છીપાનાં જણાવ્યા અનુસાર હજુ સુધી મૃત્યુનું કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક જાણકારી પ્રમાણે આ તેના ખોરાકમાં કઈ ખરાબી હોવાના કારણે થયું હોવાનું માનવમાં આવે છે. ડીએસપીએ ગૌશાળાના અધ્યક્ષ પાસે આ મામલાનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. આ ગૌશાળામાં આશરે 460 ગાયો રહેતી હતી. આ ગૌશાળાને બે ભાગમાં વહેંચવામાં આવી છે, એક ભાગમાં લગભગ 250 ગાયો હતી, અને બીજા ભાગમાં બાકીની બધી ગાય રાખવામા આવી હતી.

થોડા દિવસો પહેલા ઓક્ટોબરના અંતિમ દિવસોમાં હરિયાણાના પંચકુલાથી પણ આવી જ ઘટના સામે આવી હતી. અહીં માતા મનસા દેવી ગૌધામમાં લગભગ 70 ગાય અને ભેંસના મોતની માહિતી સામે આવી હતી . પ્રારંભિક તપાસમાં ફૂડ પોઇઝનિંગ મોતનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. અહીં પણ તપાસ માટે ઘાસચારો અને પાણીનો નમૂના લેવામાં આવ્યા છે.

Leave a Comment