ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે

  • ગુજરાતમાં કોરોનનું સંક્રમણ વધ્યું છે
  • કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં પરિસ્થિતિના પરીક્ષણ માટે આવી છે
  • ટીમ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે

ગુજરાત: ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.

આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા માટે CM ડેશ બોર્ડ ની કામગીરીની સમીક્ષા પણ કરશે.

Related posts

Leave a Comment