GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ…

  • GPSCની પરીક્ષાઓ મોકૂફ
  • આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે

ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે.

હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.

સાથે સૂચના પણ આપવામાં આવી છે કે પરિક્ષાર્થીને GPSCની વેબસાઇટ પરથી અન્ય અપડેટ મળશે.

Related posts

Leave a Comment