AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે. AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે કંટાળી ગઈ છે અને હવે તેમને કોઈ અન્ય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશનાં લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. તે લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. ઉત્તર પ્રદેશનાં લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ…

Nokia PureBook X14 પ્રીમિયમ લેપટોપ ભારતમાં લોન્ચ થયું

ભારતમાં Nokia સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. તેમની સ્માર્ટફોન બોડી અને સ્ટોક Android ફોન્સ લોકોનાં લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ હવે કંપની માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ લેપટોપ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરી રહી છે. બજારમાં છેલ્લા કેટલાક સમયથી Nokiaનાં લેપટોપની ચર્ચા થઈ રહી હતી. આ કંપનીએ ​ભારતમાં લેપટોપ લોન્ચ કર્યું છે. Nokia PureBook X14 એ કંપનીનું ભારતમાં પહેલું લેપટોપ છે. જેની કિંમત 59,990 રૂપિયા છે. Nokia PureBook X14એ 14 ઇંચની Full HD LED ડિસ્પ્લે સાથેનું પ્રીમિયમ લેપટોપ છે. તેમાં ડોલ્બી એટોમસ સપોર્ટ સાથે ડોલ્બી વિઝન સપોર્ટ પણ છે. આ રેન્જમાં તેનું…

ગૂગલ કી બત્તી ગુલ……!

ગુગલની મોટા ભાગની સેવાઓ ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારતમાં ગુગલની ઘણી સર્વિસ કામ કરતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ટેકનીકલ ખામીઓના લીધે સર્વર ડાઉન થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પરંતુ હાલમાં યૂટ્યૂબ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ગુગલનું સર્વર ડાઉન થતાં યુ-ટ્યુબ, ગુગલ પે અને જીમેલ સહીતની સેવાઓ ખોરવાઈ છે. ગુગલનું સર્વર કયા કારણોના લીધે ડાઉન થયું તે અંગે ગુગલ દ્રારા હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારત સિવાય અન્ય દેશોમાં પણ 5.૩૦ મિનીટથી સર્વર…

ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી

નેશનલ: ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી છે. રિઝર્વ બેંકનાં ગર્વનર શક્તિકાન્ત દાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, ગઈકાલે મધરાતથી RTGS સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે. આ ઉગાઉ આરટીજીએસ સુવિધા કામકાજના દિવસો દરમિયાન સવારનાં 7થી 6 વાગ્યા સુધી મળતી હતી. દેશમાં ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનાથી વેપારક્ષેત્રની ચૂકવણીમાં સરળતા વધશે તથા ઈન્ડિયન ફાઈનાન્શીયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે. Sorry for the typo error. It’s 12.30 am tonight. — Shaktikanta Das…

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃશ્ચિક,ધન,મકર,કુંભ રાશિ પરથી પરિભ્રમણ કરશે,જ્યારે બીજા ગ્રહોની સ્થિતી નીચે પ્રમાણે છે. સૂર્ય-વૃશ્ચિક 16તારીખ પછી ધન, મંગળ-મીન બુધ-વૃશ્ચિક 18 તારીખ પછી ધન ગુરુ-મકર શુક્ર-વૃશ્ચિક શની-વ્રુષભ રાહુ-વ્રુષભ કેતુ-વૃશ્ચિક આ સપ્તાહની 16 તારીખે સૂર્ય રાશિપરિવર્તન કરશે સૂર્ય ધનરાશિમાં પરિભ્રમણ કરશે, જે ગુરુની રાશિ છે, અને સૂર્ય-ગુરુ એકબીજાનાં મિત્ર છે માટે ધનરાશિ, મિથુનરાશિ તથા સિંહરાશિનાં જાતકો આ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મેષ રાશિ વૃષભ રાશિ…

અખબાર ઉદ્યોગે સરકાર પાસેથી માગ્યું પેકેજ

નેશનલ: ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)નાં પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણાં મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. INSનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ર્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકનાં ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8…

બેંગ્લોરનાં આઇફોન પ્લાન્ટમાં પગાર બાબતે કર્મચારીઓએ કરી હિંસા

iPhone બનાવતી કંપનીમાં કર્મચારીઓએ કરી ધમલ પગાર બાબતે ચાલી રહેલી ચર્ચા હિંસક બની નેશનલ: બેંગ્લોર થી 60 km. દૂર આવેલા આઇફોનનાં પ્લાન્ટમાં આજે શનિવારે સવારે હિંસા ફાટી નિકળી હતી. પ્લાન્ટનાં કામદારોનાં પગારના મામલે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બેંગ્લોર નજીકનાં નરશાપૂરા ખાતે તાઇવાનની મહાકાઇ કંપની વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓએ પગાર અને સુવિધા મામલે આજે સવારે નાઇટ શિફટ પૂર્ણ કર્યા પછી ધમાલ શરૂ કરી હતી. પ્લાન્ટનાં ફર્નીચરનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો અને કેટલાંક વાહનોને પ્લાન્ટની…

બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં સવારનાં સમયે ભારે ધુમ્મસ વાળા વાતાવરણમાં સર્જાયો અકસ્માત

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે ધુમ્મસનાં કારણે ઈકબાલગઢ ઓવરબ્રિજ નજીક કારચાલકને નડ્યો અકસ્માત ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે. આ માવઠાથી ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. તથા રવિપાકની સિઝનને નુકશાન થવાની ભીતિ રહેલી છે. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ઓછા વતા અંશે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું. ત્યારે છેલ્લા 2 દિવસથી અમીરગઢ પંથકમાં પણ દિનભર ધુમ્મસ ભર્યા વાતાવરણ જોવા મળ્યા હતા. અને સવારનાં પોરમાં રોડ પર એટલી વધુ માત્રામાં ધૂમમ્મસ જોવા…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે

motera

વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની મેચ મોટેરામાં રમાશે બે ટેસ્ટ અને પાંચ 20-20નું આયોજન મોટેરામાં થશે સ્પોર્ટ્સ: આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં ભારત અને પ્રવાસી ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ ટી ટવેન્ટી ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે. વિશ્વનાં સૌથી વિશાળ એવા મોટેરાનાં આ સ્ટેડિયમનું ઉદઘાટન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ દ્વારા થશે. બંને દેશો વચ્ચેની આ ત્રીજી ટેસ્ટ મેચ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મોટેરામાં રમાશે. ચોથી ટેસ્ટ 4 થી 8 માર્ચ દરમિયાન રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે સળંગ પાંચ 20-20 મેચો…