ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી

નેશનલ: ભારતીય રીઝર્વ બેંકે RTGSની સુવિધા આજથી ચોવીસ કલાક માટે શરૂ કરી છે. રિઝર્વ બેંકનાં ગર્વનર શક્તિકાન્ત દાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, ગઈકાલે મધરાતથી RTGS સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે.

આ ઉગાઉ આરટીજીએસ સુવિધા કામકાજના દિવસો દરમિયાન સવારનાં 7થી 6 વાગ્યા સુધી મળતી હતી.

દેશમાં ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનાથી વેપારક્ષેત્રની ચૂકવણીમાં સરળતા વધશે તથા ઈન્ડિયન ફાઈનાન્શીયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે.

Leave a Comment