બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં સવારનાં સમયે ભારે ધુમ્મસ વાળા વાતાવરણમાં સર્જાયો અકસ્માત

  • રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે
  • ધુમ્મસનાં કારણે ઈકબાલગઢ ઓવરબ્રિજ નજીક કારચાલકને નડ્યો અકસ્માત

ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે. આ માવઠાથી ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. તથા રવિપાકની સિઝનને નુકશાન થવાની ભીતિ રહેલી છે.

બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ઓછા વતા અંશે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું. ત્યારે છેલ્લા 2 દિવસથી અમીરગઢ પંથકમાં પણ દિનભર ધુમ્મસ ભર્યા વાતાવરણ જોવા મળ્યા હતા. અને સવારનાં પોરમાં રોડ પર એટલી વધુ માત્રામાં ધૂમમ્મસ જોવા મળ્યું હતું કે 200 મીટર સામે આવતી કે રહેલી વસ્તુઓ પણ સ્પષ્ટપણે જોઇ શકતી ન હતી આથી નેશનલ હાઇવે પર વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી.

ધુમ્મસ એ હદે હતું કે પોતની વાહનની ડિપર લાઈટો ચાલુ કરવા છતાં સામે કંઈજ સ્પષ્ટ જોઇ શકાતું ન હતું. ધુમ્મસનાં કારણે ઈકબાલગઢનાં ઓવેરબ્રિજ નજીક રાજકોટ થી માઉન્ટ જતી અર્ટીગા ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહની ટળી હતી. અને કોઈને પણ જાનમાલની કોઈ મોટી હાની થઈ ના હતી.

Related posts

Leave a Comment