ગૂગલ કી બત્તી ગુલ……!

ગુગલની મોટા ભાગની સેવાઓ ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારતમાં ગુગલની ઘણી સર્વિસ કામ કરતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ટેકનીકલ ખામીઓના લીધે સર્વર ડાઉન થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પરંતુ હાલમાં યૂટ્યૂબ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ગુગલનું સર્વર ડાઉન થતાં યુ-ટ્યુબ, ગુગલ પે અને જીમેલ સહીતની સેવાઓ ખોરવાઈ છે. ગુગલનું સર્વર કયા કારણોના લીધે ડાઉન થયું તે અંગે ગુગલ દ્રારા હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારત સિવાય અન્ય દેશોમાં પણ 5.૩૦ મિનીટથી સર્વર બંધ આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ ઉપરાંત ટ્વીટર પર પણ #YouTubeDown, #googledown, #gmail જેવા હેશટેગ સાથે યુઝર્સ ટ્વીટ કરી રહ્યા છે. જે હાલ ભારતભરમાં ટ્રેન્ડ બન્યું છે.

Related posts

Leave a Comment