પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી ગુજરાત: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે પાંચોટ તળાવ પાસે અકસ્માત સર્જાયો જેમાં ગાડી તળાવમાં ખાબકી હતી જેમાં યુવતી અને બે પુરુષ શિક્ષકનાં મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોનાં કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. ઘટનાની…
Year: 2020
સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો- આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કુંભ, મીન, મેષ, રાશીમાં પરિભ્રમણ કરશે જ્યારે બીજા ગ્રહોની સ્થિતિ નીચે પ્રમાણે છે.સૂર્ય-ધનમંગળ-મીન. 25 તારીખ પછી મેષ રાશી.બુધ-ધનગુરૂ-મકરશુક્ર-વૃશ્ચિકશની-મકરરાહુ-વૃષભકેતુ- વૃશ્ચિક. આ સપ્તાહની 25મી તારીખે મંગળ રાશિ પરિવર્તન કરી પોતાની રાશિ મેષમાં આવશે અને ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગ બનશે જેથી મેષ રાશિ, કર્ક રાશિ, તેમજ કર્ક લગ્નનાં જાતકો માટે સારા યોગ બને છે. મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ…
રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારની ગટર છેલ્લા છ મહિનાથી લીકેજ
ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાથી સ્થાનિકો ત્રાહિમામ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા છતાં સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી અઠવાડિયામાં લીકેજ ગટરનો નિકાલ ન થયો તો મામલતદારને આવેદન આપી રજૂઆત કરીશું : સ્થાનિકોની માંગ ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહ્યા કરે છે. રસ્તો પણ ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો…
ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન આપવામાં આવતા, NSUIએ વિકલ્પની કરી માંગણી
ગુજરાત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમુક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરિક્ષાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે અનેક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ મુકાયો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.
શિયાળાની એક સાંજ
અમીરગઢ બનાસનદીનાં તટથી ઢળતી સાંજનો અદભુત નજારો ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે હાલમાં ઠંડીમાં અચાનક જ વધારો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન બર્ફીલા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાર્દ થીજવતી ઠંડીની અસર સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી રાજયમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ગરમ કપડાં અને ગરમ વસ્તુઓની ખાણ-પીણ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ શિયાની સાંજની પણ એક અલગ જ મજા છે. શિયાળામાં સાંજનાં સમયે ઢળતા (આથમતા) સુરજને જોવા માટે અને ફોટો અને વિડિઓ લેવા માટે…
IIT મદ્રાસમાં કોવિડ-19નાં કેસ વધ્યા, તમિલનાડુએ તમામ કોલેજોમાં પરીક્ષણનાં આદેશ આપ્યા
IITમદ્રાસમાં કોરોના સંક્રમણમાં થયો વધારો ઉછાળાને કારણે વિભાગો, કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરી બંધ કરી અધિકારીઓ તેનો આરોપ છાત્રાલયનાં મેસ પર નાખ્યો છે નેશનલ: IIT-મદ્રાસનાં આઠ વધુ વિદ્યાર્થીઓનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પ્રીમિયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં કુલ 191 કેસ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સંસ્થામાં કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળા વચ્ચે ગઈકાલે 141 લોકોની તપાસ થયા બાદ તાજેતરનાં નવા કેસો બહાર આવ્યા છે. અન્ના યુનિવર્સિટીમાં પણ છ વિદ્યાર્થીઓએ વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તમિળનાડુનાં આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે વિદ્યાર્થીઓ સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. આઇડીઆઇટી-મદ્રાસે છાત્રાલયોમાં…
ભારતી સિંઘે કિકુ શારદાનું ગળું પકડી ને કહ્યું ‘तू तो साडी केयर नी करदा..’
ભારતી સિંઘે કિકુ શારદાનું ગળું દબાવતી એક્શનમાં બનવ્યો વિડિયો વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે મનોરંજન: કોમેડિયન ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શો’ વિડિયો નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં શો દરમિયાનનો એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતી સિંહ અને કિકુ શારદા ‘કેર ની કરદા સોંગ’ ગીત પર એક્ટ કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, ભારતી અને કિકુ બચ્ચન યાદવ અને ટિટલી યાદવનાં રૂપમાં એકબીજા સાથે લડી રહ્યા છે. વિડિયોમાં જોઇ શકાય છે કે કિકુ શારદા સાથે લડતી વખતે ભારતી…
સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દિક્ષાંત સમારોહ યોજાયો
ગુજરાત: સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દીક્ષાંત સમારોહ વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ ગયો જેમાં 119 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરાયા. સરદાર પટેલ યુનિવર્સિટીએ 17 હજાર 862 વિવિધ વિદ્યાશાખાનાં સ્નાયતક-અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે કુલ ત્રણ લાખ 25 હજાર 528 પદવીએ એનાયત કરી છે. આ સમારંભ માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ. રાજ્યપાલશ્રીએ પ્રાચીન…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતેનાં ડીસેલીનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કર્યું ખાતમુહૂર્ત
સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત: કચ્છની પાકિસ્તાન બોર્ડર પાસે ધોરડો ખાતે બની રહેલા સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો આજે પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યો. આ એનર્જી પાર્ક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં બનશે જે આશરે 30 ગીગાવૉટ જેટલી વીજળીનુ ઉત્પાદન કરશે. આ રિન્યુએબલ એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો એનર્જી પાર્ક બનશે. માંડવી ખાતે બની રહેલા દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનો પણ આજે પ્રધાનમંત્રીએ પણ ખાતમુહૂર્ત કર્યું. આ ડિસેલિનેસન પ્લાન્ટની ક્ષમતા 10 કરોડ લીટર…
UKનાં વડાપ્રધાન, ગણતંત્ર દિવસે ભારતનાં મુખ્ય મહેમાન બનશે
પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરિસ જોનસન હશે બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે વાતચીતમાં આ માહિતી આપી નેશનલ: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે…