શિયાળાની એક સાંજ

અમીરગઢ બનાસનદીનાં તટથી ઢળતી સાંજનો અદભુત નજારો

ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે હાલમાં ઠંડીમાં અચાનક જ વધારો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન બર્ફીલા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાર્દ થીજવતી ઠંડીની અસર સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી રાજયમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ગરમ કપડાં અને ગરમ વસ્તુઓની ખાણ-પીણ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ શિયાની સાંજની પણ એક અલગ જ મજા છે. શિયાળામાં સાંજનાં સમયે ઢળતા (આથમતા) સુરજને જોવા માટે અને ફોટો અને વિડિઓ લેવા માટે એક મસ્ત મજા ની તક છે.

ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનાં શોખીન લોકો શિયાળાની રાહ જોતા હોય છે. ત્યારે અમીરગઢ બનાસનદીનાં તટથી ઢળતા સુરજને જોવની મજા જ કંઈક અલગ છે. ચારેકોર અરવલ્લીની ગિરોમાળાઓથી ઘેરાયેલી ઊંચી ઉંચી પહાડો. પહાડોને અડીને ચાલતી બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી જે ચેકડેમ બાંધેલો હોવાથી આજે પણ નદીનો મસ્ત રેલો વહ્યા કરે છે. નદીનાં એ વહેતા પાણી નો ખળખળ અવાજ આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી આવતો બર્ફીલો પવન પહાડોની ટોચથી ટકરાઈને આવીને નદીનાં પાણીને અડીને આવતો પવન જાણે હિમવર્ષાની અહેસાસ અપાવે છે. અને સંધ્યા સમયે એ નદી કિનારે જાત જાતનાં પક્ષીઓની કલરવ અને લહેર પોતાના માળા તરફ ફરતા પક્ષીઓ સહિત શિયાળામાં ક્યારેક એવા પક્ષી જોવા મળે છે. જે અન્ય ઋતુમાં કે અન્ય સમયે જોવા મળતા નથી. સૌથી સુંદર દ્ર્શ્ય ઢળતા સૂરજનો નજારો જે ઢળતા સમયે એકદમ નજીક હોય તેવો અહેસાસ અપાવે એકદમ લાલ અને ગુલાબી આમ બન્ને રંગોમાં થોડી થોડી વારમાં એ બદલાતા રંગો અને ધીરે ધીરે એ નીચેની તરફ ઢળતા સૂરજની એ ગુલાબી કિરણોથી સમગ્ર વાતાવરણમાં જાણે એક અનોખુ કુદરતી નજરાણું સર્જાય છે. જે જોવાની મજા જ કંઈક અલગ છે.

Related posts

2 Thoughts to “શિયાળાની એક સાંજ”

  1. SP

    પ્રકૃતિ આપણું હૃદય છે. એને હંમેશા હૃદયની માફક ધબકતું રાખવું જોઈએ !!

  2. SP

    ખૂબ સરસ વિશાલ…

Leave a Comment