ભારતી સિંઘે કિકુ શારદાનું ગળું પકડી ને કહ્યું ‘तू तो साडी केयर नी करदा..’

  • ભારતી સિંઘે કિકુ શારદાનું ગળું દબાવતી એક્શનમાં બનવ્યો વિડિયો
  • વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે

મનોરંજન: કોમેડિયન ભારતી સિંહે ‘ધ ​​કપિલ શર્મા શો’ વિડિયો નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં શો દરમિયાનનો એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતી સિંહ અને કિકુ શારદા ‘કેર ની કરદા સોંગ’ ગીત પર એક્ટ કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, ભારતી અને કિકુ બચ્ચન યાદવ અને ટિટલી યાદવનાં રૂપમાં એકબીજા સાથે લડી રહ્યા છે. વિડિયોમાં જોઇ શકાય છે કે કિકુ શારદા સાથે લડતી વખતે ભારતી અલગ-અલગ એક્સપ્રેશન કરી રહી છે.

હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તે સતત હેડલાઇન્સમાં રહે છે. આ દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા હતા કે ભારતી સિંઘને ‘ધ કપિલ શર્મા શો’ પરથી હટાવી દેવામાં આવી છે. પરંતુ આ બધા રુમર્સને બાયપાસ કરીને ભારતી સિંઘે ફરી એક વાર ધ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

Leave a Comment