શ્વાનને બચાવવા જતાં પંચોટ તળાવમાં કાર ખાબકી, ત્રણ શિક્ષકોનાં મોત

  • પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી
  • કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી

ગુજરાત: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે પાંચોટ તળાવ પાસે અકસ્માત સર્જાયો જેમાં ગાડી તળાવમાં ખાબકી હતી જેમાં યુવતી અને બે પુરુષ શિક્ષકનાં મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.

કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોનાં કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામનાં લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે તળાવમાં કાર ખાબકી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટના બાદ જેસીબીની મદદથી કારને બહાર નિકાળવામાં આવી હતી. પોલીસે ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. માહિતી પ્રમાણે મૃતક શિક્ષકોમાંથી 2 પુરૂષ શિક્ષકો મસાલી(રાધનપુર) અને સોનેથ(સુઇગામ) અને મહિલા શિક્ષિકા મોરવાડા(સુઇગામ) ની શાળામાં ફરજ બજાવતાં હતા.

Related posts

Leave a Comment