રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારની ગટર છેલ્લા છ મહિનાથી લીકેજ

  • ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાથી સ્થાનિકો ત્રાહિમામ
  • તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા છતાં સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી
  • અઠવાડિયામાં લીકેજ ગટરનો નિકાલ ન થયો તો મામલતદારને આવેદન આપી રજૂઆત કરીશું : સ્થાનિકોની માંગ

ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહ્યા કરે છે. રસ્તો પણ ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. આ કારણસર કેટલાંય લોકો બીમાર પણ થયા છે.

છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ થઈ રહી હોવાની રાજચરાડી ગામનાં તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં કોઈપણ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ વિસ્તારનાં સ્થાનિકો દ્વારા લીકેજ ગટરના રીપેરીંગ માટે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ ગામ વહીવટ કરનાર સમસ્યાને ધ્યાનમાં ન લેતા, લોકોને ગણકારતા નથી. જેથી રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારનાં સ્થાનિક લોકોને ગટર લીકેજ થતી હોવાથી ખૂબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વારંવાર ગામનાં તલાટી અને સરપંચને રજૂવાત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાથી આક્રોશમાં રહેલા સ્થાનિક રહીશોની માંગ છે કે, લીકેજ ગટરની સમસ્યાનો નિકાલ જો અઠવાડિયામાં કરવામાં નહીં આવે તો ધ્રાંગધ્રાનાં મહેરબાન મામલતદાર સાહેબને આવેદન આપી રજૂવાત કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ


 

Related posts

Leave a Comment