ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન આપવામાં આવતા, NSUIએ વિકલ્પની કરી માંગણી

ગુજરાત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમુક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરિક્ષાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે અનેક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ મુકાયો નથી.

બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.

Related posts

Leave a Comment