- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાનાં બે ફ્લાય ઓવરનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહેશે
ગુજરાત: નેશનલ હાઇવે 147 પર સરખેજ-ગાંધીનગર-ચિલોડાનાં કુલ 44 કિલોમીટરનાં માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાનાં તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
તદાનુસાર 28 મીટરનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઇ સાથે 36 કરોડ રૂપિયાનાં ખર્ચે પૂર્ણ થયો છે.
આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.