સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

  • રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન
  • જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત

ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. તેવામાં બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર જવા-આવવામાં મુશ્કેલી પડે છે. આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ રાજચરાડી ગામના સરપંચને જાણ કરતાં સુરેન્દ્રનગર ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી.

આમ સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં બાળકોને સુરેન્દ્રનગર- ફતેપુર એસ.ટી. બસ બંધ હોવાથી ખૂબ જ હાલાકી ભોગવી પડે છે. આ સાથે દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય મુસાફરી કરતા લોકોને પણ આ રૂટની બસ બંધ હોવાથી સમય અને આર્થિક વ્યય વધુ થાય છે. જેથી સુરેન્દ્રનગર- ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ ગામડાઓથી પસાર થતી રૂટની બસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરાય હતી. જેમાં સુરેન્દ્રનગર ડેપો મેનેજર દ્વારા શુક્રવાર સુધીમાં બસ શરૂ થશે એવું જણાવ્યું હતું.

Related posts

Leave a Comment