છેતરપિંડીનાં કેસ બાદ ભાજપનાં નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

  • શર્મા સામે પોલીસ કેસ નોંધાતા આ પગલું ભર્યાની આશંકા
  • સુરત BJPના અગ્રણી શર્મા નિવૃત IT ઓફિસર છે

સુરત: ગુજરાતનું સુરત અહીં ભાજપના જિલ્લા પૂર્વ ઉપ પ્રમુખ પી.વી.એસ. શર્મા વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ રજિસ્ટર થયાનાં બે દિવસ બાદ શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  શર્માએ નવસારીમાં તેના મિત્રના ઘરે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શર્માના ડ્રાઇવર વેંકટેશે તેને લટકાતા જોયા હતાં, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, શર્મા હાલ જોખમની બહાર છે.

Related posts

Leave a Comment