ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો

એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…

સેનેટરી ઇન્સ્પેક્ટર અને લેબ ટેકનીશિયનની ભરતી. અમદાવાદ

સેનેટરી ઇન્સ્પેક્ટર ને રૂ. 40,000 ચૂકવાશે લેબ ટેકનીશિયન ને રૂ. 25,000 ચૂકવાશે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં  DRDO નાં સહયોગથી કોરોના મહામારી નાથવા 900 બેડનું નિર્માણ કરાયું છે. આ 900 બેડની વ્યવસ્થા માટે અગાઉ પણ ભરતી કરવામાં આવેલ સાથે 5 મે નાં રોજ 1 વાગ્યા સુધી ભરતી જગ્યાને અનુરૂપ લોકોની પસંદગી કરવામાં આવશે. કોણ જઇ શકશે ? આ ભરતી પ્રક્રિયા જલ્દી કરવાની હોઇ જેમની પણ પાસે સેનેટરી ઇન્સ્પેક્ટરનાં કોર્ષ સાથે 3 વર્ષનો અનુભવ હોય એવા અરજદાર Supervisor for Hospital ward માટે ખાલી રહેલ 14 જગ્યા માટે જણાવેલ ગૂગલ ડ્રાઈવ માં ડોક્યુમેન્ટની વિગતો…

ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી

ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી   કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન આપવામાં આવતા, NSUIએ વિકલ્પની કરી માંગણી

ગુજરાત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમુક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરિક્ષાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે અનેક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ મુકાયો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…

ગુજરાત યુનિવર્સિટીનાં સંસ્કૃતવિભાગમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ

salma qureshi gujarat

મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિનીએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર કર્યું Ph.D. ગુજરાત: તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020નાં રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરનાં માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું. એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ…