સેનેટરી ઇન્સ્પેક્ટર અને લેબ ટેકનીશિયનની ભરતી. અમદાવાદ

  • સેનેટરી ઇન્સ્પેક્ટર ને રૂ. 40,000 ચૂકવાશે
  • લેબ ટેકનીશિયન ને રૂ. 25,000 ચૂકવાશે

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં  DRDO નાં સહયોગથી કોરોના મહામારી નાથવા 900 બેડનું નિર્માણ કરાયું છે. આ 900 બેડની વ્યવસ્થા માટે અગાઉ પણ ભરતી કરવામાં આવેલ સાથે 5 મે નાં રોજ 1 વાગ્યા સુધી ભરતી જગ્યાને અનુરૂપ લોકોની પસંદગી કરવામાં આવશે.

કોણ જઇ શકશે ?
આ ભરતી પ્રક્રિયા જલ્દી કરવાની હોઇ જેમની પણ પાસે સેનેટરી ઇન્સ્પેક્ટરનાં કોર્ષ સાથે 3 વર્ષનો અનુભવ હોય એવા અરજદાર Supervisor for Hospital ward માટે ખાલી રહેલ 14 જગ્યા માટે જણાવેલ ગૂગલ ડ્રાઈવ માં ડોક્યુમેન્ટની વિગતો મૂકી શકાશે. પગાર ધોરણ 40,000 ચૂકવવામાં આવશે.

Laboratory Technician ની 10 જગ્યા માટે DMLT, BMLT નો અભ્યાસ આવકાર્ય છે. સાથે એમનું પગાર ધોરણ 25,000 ચૂકવવામાં આવશે.

બંને જગ્યા માટે જે પણ કર્મચારી કરાર આધારિત હંગામી ધોરણે (3 થી 6 મહિના માટે ) આ કામગીરી માટે નિયુક્ત થશે એમને 12 કલાકની ફરજ રહેશે એવું પણ જણાવાયું છે.

Related posts

Leave a Comment