ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો

  • એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી.
  • રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે.
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે.

ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે.

  • ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે.

1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ છતા જો તેઓ આવેદનપત્ર (અરજી) ભરશે તો તે રદ થવાને પાત્ર રહેશે.
2. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પદવી પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ જેમણે પદવી પ્રમાણ પત્ર મેળવવા માટે અગાઉ આવેદનપત્ર ભરેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. તેમજ આવેદનપત્ર સાથે રૂ 260 /- (અંકે રૂપિયા બસો સાઇઠ પુરા) ફી ઓનલાઇન ભરવાની રહેશે.
૩. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ (છેલ્લા વર્ષ । છેલ્લા સેમેસ્ટરની) ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે (100 KB to 400 KB) અપલોડ કરવાની રહેશે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નોટિફિકેશન (100 KB to 400 KB) પણ અપલોડ કરવાનું રહેશે.
પદવી પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓનો ફોટો તથા આધારકાર્ડ નંબર દર્શાવવાનો હોઈ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્રનું ફોર્મ ઓનલાઈન ભરતી વખતે આધારકાર્ડ નંબર નાંખીને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો (10 KB to 50 KB)નો કલર ફોટો તથા આધારકાર્ડની ઈમેજ (100 KB to 400 KB) અપલોડ કરવાની રહેશે.
4. Bachelor of Medicine & Bachelor of Surgery, Bachelor of Dental Surgery, Bachelor of Physiotherapy, Bachelor of Optometry, Bachelor of Occupational Therapy, Bachelor of Prosthetics & Orthotics, Bachelor of Homeopathic & Medicine Surgeryના વિદ્યાર્થીઓએ તેમની પદવી વર્ષના ગુણપત્રકની સુવાચ્ય નકલ તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઈન્ટર્નશીપ કંમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. જો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં ઈન્ટર્નશીપ કંમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ અપલોડ કરેલ નહી હોય તેવા સંજોગમાં પદવી પ્રમાણપત્રનું આવેદન પત્ર રદ ગણવામાં આવેશે.
5. Bachelor of Pharmacy/Diploma in Pharmacy ના ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસીંગ સર્ટિફિકેટ પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.
6. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જબેક માટે દસ્તાવેજી પુરાવાઓ સાથે ફક્ત ગુજરાત યુનિવર્સિટી, હિસાબી શાખા( રૂમ નંબર 18 )નો સંપર્ક કરવો. બેંક દ્વારા ચાર્જબેંકના કોઈપણ ક્લેઈમ સેટલ કરવામાં આવશે નહીં.

ડિગ્રી માટેનાં ફોર્મ ઓનલાઈન મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ https://gujaratuniversity.ac.in/ ઓપન કરવાની રહેશે.
ત્યારબાદ MENU (મેનૂ)પર ક્લિક કરવું
ત્યારબાદ STUDENT (સ્ટુડન્ટ) પર ક્લિક કરી,  DEGREE CONVOCATION પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવા માટે પાસ થયાનું વર્ષ અને એનરોલમેન્ટ નંબર લખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.

તે છતાં પણ વિધાર્થીને ફોર્મ ભરવામાં કોઈ અડચણ જણાય તો આપ ” પ્રત્યક્ષ સમાચાર” નો સંપર્ક કરી શકશો.

https://www.facebook.com/pratyakshsamachar/

Related posts

Leave a Comment