ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી

  • ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન
  • કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી

 

કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે.

આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ ને મોકલવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment