ગુજરાત: વિધાનસભાની પેટા ચૂંટણીની 8માંથી 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આ સિવાય કપરાડા, ડાંગ અને લિંબડી બેઠકો પર કોને ટિકિટ મળશે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
- ભાજપે 8 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા(લીંબડી બેઠક પર કોને ટિકિટ આપવી તેના પર ભાજપમાં પણ મનોમંથન ચાલી રહ્યું છે)
બેઠક | ઉમેદવાર |
અબડાસા | પ્રદ્યૂમનસિંહ જાડેજા |
મોરબી | બ્રિજેશ મેરજા |
ધારી | જે.વી.કાકડિયા |
ગઢડા | આત્મારામ પરમાર |
કરજણ | વિજય પટેલ |
ડાંગ | જીતુ ચૌધરી |
કપરડા | જીતુ ચૌધરી |