ગુજરાત : રાજ્યમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 5 બેઠકના ઉમેદવારોના નામ

ગુજરાત: વિધાનસભાની પેટા ચૂંટણીની 8માંથી 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આ સિવાય કપરાડા, ડાંગ અને લિંબડી બેઠકો પર કોને ટિકિટ મળશે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે.

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

  • ભાજપે 8 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા(લીંબડી બેઠક પર કોને ટિકિટ આપવી તેના પર ભાજપમાં પણ મનોમંથન ચાલી રહ્યું છે)
બેઠક ઉમેદવાર
અબડાસા પ્રદ્યૂમનસિંહ જાડેજા
મોરબી બ્રિજેશ મેરજા
ધારી જે.વી.કાકડિયા
ગઢડા આત્મારામ પરમાર
કરજણ વિજય પટેલ
ડાંગ જીતુ ચૌધરી
કપરડા જીતુ ચૌધરી

Related posts

Leave a Comment