બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા.

ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી.

આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી. હવે આ તાલીમ અંતર્ગત ગુજરાતની 2 વિદ્યાશાખાઓ અને ભારતની કુલ 13 શૈક્ષણિક વિદ્યાશાખાઓમાંથી 300 વિદ્યાર્થીઓ, બીબીસીનાં આ પ્રોજેક્ટ હેઠળ 50 મહિલાઓ વિશે વિકિપીડિયા પર, અંગ્રેજી સહિત કુલ સાત ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં વડા સોનલ પંડ્યા અને પત્રકારત્વનાં વિદ્યાર્થીઓને ” વિકિપીડિયા’બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ માં ભાગ લેવા બદલ બીબીસી દ્વારા સન્માનિત કરાયા હતા.

 

Related posts

Leave a Comment