ભારતીય રાજકારણના કદવાર નેતા અને કેંદ્ર સરકારના મંત્રી રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે નિધન.

બિહાર રાજ્યના પ્રભાવશાળી નેતાઓ માના એક એવા રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે દિલ્લીની હોસ્પતલમાં લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું આ બાબતે તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરી માહિતી આપી હતી.કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. તારીખ 2 ઓક્ટોબરના દિવસે રાત્રે તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સહયોગી રામ વિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે રામવિલાસ પાસવાનના નિધનના દુ:ખને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. રામવિલાસ પાસવાનનું નિધન મારા માટે અંગત ક્ષતિ છે. મેં એક દોસ્ત, મૂલ્યવાન સહયોગી અને એવા વ્યક્તિને ગુમાવ્યા છે જેઓ ગરીબ વ્યક્તિને સન્માનજનક જીવન તરફ વધારવા માટે પ્રયાસ કરતા હતા.

Shri Ram Vilas Paswan Ji rose in politics through hardwork and determination. As a young leader, he resisted tyranny and the assault on our democracy during the Emergency. He was an outstanding Parliamentarian and Minister, making lasting contributions in several policy areas.

— Narendra Modi (@narendramodi) October 8, 2020

રામ વિલાસ પાસવાન ખૂબ મહેનતુ વ્યક્તિ હતા અને એક યુવા નેતા તરીકે તેમણે ઈમરજન્સી દરમિયાન આપણા લોકતંત્ર પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેઓ ઉત્કૃષ્ટ સાંસદ અને મંત્રી હતા કે જેમણે ઘણાં ક્ષેત્રોમાં યોગદાન આપ્યું. રામવિલાસ પાસવાનની પાસે એકસાથે કામ કરવાનો અવિશ્વસનિય અનુભવ હતો. રાજનીતિની સમજશક્તિથી માંડીને નેતૃત્વના મુદ્દે તેઓ ઉત્કૃષ્ટ હતા. તેમના પરિવાર અને સમર્થકને સંવેદના. ઓમ શાંતિ.

Working together, shoulder to shoulder with Paswan Ji has been an incredible experience. His interventions during Cabinet Meetings were insightful. From political wisdom, statesmanship to governance issues, he was brilliant. Condolences to his family and supporters. Om Shanti.

— Narendra Modi (@narendramodi) October 8, 2020 "

Leave a Comment