માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11KV જીવતો વીજ વાયર પડતા લાગી આગ

આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા નેશનલ: રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે. આજે સવારે લગભગ 4:15 વાગ્યે પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા બાઈક ચાલકો પર વીજલાઇન ના 11kv લાઈટનો જીવિત વાયર પાડતા બનાવ બનેલ હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરેલ હતી જેના આધારે નગરપાલિકાની ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને CRPF ચોકડી પર આ અકસ્માતમાં બાઇકમાં…

અમીરગઢ તાલુકાનાં તલાટીકમ મંત્રીઓનો ધરણા કાર્યક્રમ યોજાયો

અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે. આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. તો જાણો શું છે પડતર માંગણીઓ: તમામ…

અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

કોંગ્રેસ પાક. સમર્થક છે : બીજેપી પ્રભારી ગુજરાત: આજરોજ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એવા કુમુદબેન જોષી, અમીરગઢ ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ પરમાર, જયેશભાઈ દવે, ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી કૈલાશભાઈ દરજી ચેતનસિંહ રાજપૂત ઈકબાલગઢ માર્કેટયાર્ડ ના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન મોઢ, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જૈન, તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રમુખશ્રીઓ, તમામ મોર્ચા ના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના કારોબારી સભ્યશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પાર્ટીના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી,…

અમીરગઢમાં નવો નાખવામાં આવે વીજ વાયર એક કલાકમાં તૂટી પડ્યો

ગુજરાત: અમીરગઢ દેનાબેન્ક આગળ વીજ વાયર તૂટી પડયો હતો જોકે મોટી જાનહાની ટળી હતી. લોકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે નવિન વીજ વાયર નાખવામાં આવ્યો હતો અને બપોરે જ વીજ કર્મીઓ નવિન વાયર નાખીને ગયા હતા ત્યાબાદ એક કલાક માંજ ફરી વાયર તૂટી પડ્યો હતો જોકે સદ્ નસીબે મોટી જાનહાની ટળી હતી. અમીરગઢ દેના બેન્ક નજીક આવેલ વિજપોલ અને ત્યાંથી અંદાજિત સો મીટર દૂર આવેલ ડીપી થી નવીન વીજ વાયર સવારે જ નાખવામાં આવ્યો હતો અને આખો દિવસ વીજ કર્મીઓ વાયર નાંખીને બપોરે જ ગયા હતા એવું ત્યાંની સ્થાનિકોએ જણાવ્યું હતું…

અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા જનચેતનાનાં આંદોલન ભાગ રૂપે ડીઝલ પેટ્રોલનાં વધતા ભાવ સામે વિરોધ દર્શાવ્યો

દેશમાં દરેક ચીજ વસ્તુઓનાં વધતા ભાવો સામે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં કોંગ્રેસના મંચસ્થ મહાનુભવો માસ્ક વગર જોવા મળ્યા હતા ગુજરાત: અત્યારે દેશમાં ચાલી રહેલી મોંઘવારી સામે દેશની તમામ પ્રજા ત્રાહિમાંમ પોકારી રહી છે ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઇને દરેકમાં વસ્તુઓમાં આજે ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલ – પેટ્રોલનાં દિવસેને દિવસે કૂદકે ને કૂદકે વધતા જતા ભાવો સામે પ્રજા લાચાર બની છે. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ જનચેતના આંદોલન દ્રારા વધતા જતા ડીઝલ પેટ્રોલનાં ભાવો સામે વિરોધ દર્શાવ્યો હતો. અમીરગઢ કોંગેસ સમિતિ દ્રારા આજરોજ અમીરગઢ…

એક અનોખા શિક્ષક જેના કપડાં ક્યારેક ગણિત શીખવે, તો ક્યારેક અંગ્રેજી

ગુજરાત: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરીનગર ગામની શાળાનાં શિક્ષક શ્રી નિલમભાઇ ચમનભાઇ પટેલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોરોના મહામારી સમયમાં નાના ભૂલકાંઓને શાળામાં આવવાનું ન હોઇ બાળકોના ઘરે જઈને શેરી શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. આ કાર્ય દરમિયાન તેમને પોતાના રોજબરોજના પહેરાતા ઝભ્ભા,શર્ટ પર બાળકોને અઘરા પડતા મૂળાક્ષરો જેવા કે સ,ક્ષ,ષ,ઉ,અ, જોડીયા શબ્દો, સરવાળા,બાદબાકી,ગુણાકારની પ્રક્રિયા, હિન્દીના શબ્દો અંગ્રેજી સ્પેલીંગોનું પેઇન્ટીંગ કર્યું છે, જેથી બાળકો આ સાહેબના પહેરેલા કપડાં પર જોઈને શિક્ષણ કાર્ય કરે છે. નિલમભાઇ ભૂલકાંઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો ખૂબજ સરાહનીય પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ સાથે…

અમીરગઢ રેલવે અન્ડરપાસ પહેલાજ વરસાદનાં પાણીથી બન્યું મીનીતળાવ

લાખોના ખર્ચે બનેલો અંડરપાસ સિઝનના પહેલા વરસાદમાં જ પાણીથી ભરાયું અંદાજે 10થી વધું ગામને અમીરગઢ આવવા જવા માટે આ એક જ મેઈન રોડ ગુજરાત: અમીરગઢ ગામમાંથી હાઈવે જવા માટે એકજ મુખ્ય માર્ગે હયાત છે. અંદાજે 10થી વધું ગામ ને અમીરગઢ આવવા જાવા માટે એક જ મેઈન રસ્તો હયાત છે. જે હલામાંજ લાખોના ખર્ચે રેલવે અન્ડરપાસ બનાવામાં આવ્યો હતો. જોકે પ્રજાએ અન્ય અંડરપાસ જોઈ ને ચોમાસામાં હાલાકી પડશે તેવી વકી પેહલથીજ હતી. અમીરગઢ ગામથી અમીરગઢ હાઈવે જવા માટે રેલવે ફાટક હટાવીને તેની જગ્યાએ લાખોના ખર્ચે અંડરપાસ બનાવમાં આવ્યો છે. પણ પહેલાજ…

અમીરગઢમાં ગૌ રક્ષકોની માત્ર “ગાડીમાં જતી ગાયો” માટે જ હમદર્દી!

અમીરગઢમાં ગૌમાતા બની નિરાધાર કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા નહિ ગુજરાત: અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી ગૌમાતાની સ્થિતિ દયનિય બની છે. ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે દરબદર ફરતી રહે છે. દરેક શેરી અને ગલીમાં ફર્યા બાદ પણ જો પેટ ના ભરાય ત્યારે થાકીને જે-તે વસ્તુઓ ખાઈને પેટ ભરવા મજબૂર બને છે. ગૌમાતા આપણી જેમ માનવ તો નથી કે બોલી શકે અને ભૂખ કે તરસ સંતોષી શકે. અત્યારે આવી કાળઝાળ ગરમી અને કોવિડની ભયજનક સ્થિતિ વચ્ચે જ્યારે માણસોનાં પોતાનાં માટે બે ટાઈમ જમવાનાં સાસા છે, ત્યારે આવી…

અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું

ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન…

અમીરગઢ રેલવે-ફૂટબ્રિજને જોડવા માટે લેખિતમાં રજુઆત કરાઈ

અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી…