અમીરગઢમાં ગૌ રક્ષકોની માત્ર “ગાડીમાં જતી ગાયો” માટે જ હમદર્દી!

  • અમીરગઢમાં ગૌમાતા બની નિરાધાર
  • કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા નહિ

ગુજરાત: અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી ગૌમાતાની સ્થિતિ દયનિય બની છે. ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે દરબદર ફરતી રહે છે. દરેક શેરી અને ગલીમાં ફર્યા બાદ પણ જો પેટ ના ભરાય ત્યારે થાકીને જે-તે વસ્તુઓ ખાઈને પેટ ભરવા મજબૂર બને છે. ગૌમાતા આપણી જેમ માનવ તો નથી કે બોલી શકે અને ભૂખ કે તરસ સંતોષી શકે. અત્યારે આવી કાળઝાળ ગરમી અને કોવિડની ભયજનક સ્થિતિ વચ્ચે જ્યારે માણસોનાં પોતાનાં માટે બે ટાઈમ જમવાનાં સાસા છે, ત્યારે આવી સ્થિતિમાં અબોલ પશુ પ્રાણીઓ માટે શુ અપેક્ષા રાખવી!

અમીરગઢ એ બનાસકાંઠા જિલ્લાનો છેવાડાનો વિસ્તાર છે. નજીકમાં અંદાજે 8 કિમિ. રાજસ્થાન બોર્ડર આવેલ છે ત્યારે અવારનવાર અહીઁયાથી ગેરકાયદેસર ટ્રાકોમાં કતલખાને લઈ જવાતા અબોલ પશુઓની હેરાફેરી થતી રહી છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડેર પર પોલીસ દ્વારા આવતા જતા વાહનોની ચકાસણી કરવામાં આવે છે. જો એ દરમ્યાન ગાડીમાં પાસ પરમીટ ન હોય, સંખ્યા વધુ હોય, ગાડીમાં પાણી અને ચારાની વ્યવસ્થા કરેલ ન હોય તો તેમની અટકાયત કરવામાં આવે છે એ દરમ્યાન અમીરગઢનાં ગૌ રક્ષકો ગાડી પકડાય ત્યારે તેમની માટે હમદર્દી દાખવે છે.પરંતુ ગામમાં ફરતી ગાયો માટે કોઈ જગ્યાએ પાણીનાં હવાડા નથી અને હોય તોપણ 12 માસ સંપૂર્ણ ખાલી જોવા મળે છે. કોઈ પાણી ભરનારું નથી, ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી, ગામની અંદર અને શેરીમાં અને પોતાની ઘરની આગળ ભૂખી તરસી રઝળતી ગૌમાતા માટેની માનવતા મરી પરવારી છે એવા દ્રષ્યો નજરે પડ્યા છે.

ગૌમાતા પોતાનું પેટ ભરવા માટે આમતેમ ફર્યાં કરે છે અને છેવટે પેટ ન ભરાતા ઉકરડામાંથી પોતાનું પેટ ભરવા મજબૂર બની છે. જ્યા સમગ્ર લોકો પ્લાસ્ટિકની બેગમાં કચરો ઠાલવે છે. અને તેમાં મીણિયા, તૂટેલાં પ્લાસ્ટિકનાં રમકડાં કાચની બોટલો અને અન્ય ચીજ વસ્તુઓ ત્યાંજ ઠલવાય છે.સાથે ભૂખ અને તરસથી બીલબીલતી ગૌમાતા આખરે હારી થાકીને અહીંયાથી પોતાનું પેટ ભરવા માટે મજબૂર બને છે. જ્યારે આ કચરાનાં ઢગમાં પડેલા અનેક તીક્ષ્ણ વસ્તુઓ તેમના પગ અને શરીરમાં વાગે છે અને ગૌમાતા લોહીલુહાણ થઈ ને ફરતી નજરે પડે છે લોકો કચરાની થેલીનો ગોટો કરીને ફેંક્યો હોય એ આખો ગોટો ખાઈ જાય છે. પરિમાણે તેમને પેટમાં અનેક જાતની રોગોથી અને શરીર ઓર પડેલા ઘાવોથી અસહ્ય પીડાથી પીડાય છે અને આખરે થાકી હારીને તડપી તડપી ને જીવ ત્યજી દે છે.

ગૌમાતા માટે ગૌ રક્ષકોની ગાડી પકડાય એ સિવાય બાકીનાં દિવસોમાં તેમની હમદર્દી કેમ દેખાવ નથી મળતી? એવા સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

Related posts

Leave a Comment