અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા જનચેતનાનાં આંદોલન ભાગ રૂપે ડીઝલ પેટ્રોલનાં વધતા ભાવ સામે વિરોધ દર્શાવ્યો

  • દેશમાં દરેક ચીજ વસ્તુઓનાં વધતા ભાવો સામે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
  • આ સભામાં કોંગ્રેસના મંચસ્થ મહાનુભવો માસ્ક વગર જોવા મળ્યા હતા

ગુજરાત: અત્યારે દેશમાં ચાલી રહેલી મોંઘવારી સામે દેશની તમામ પ્રજા ત્રાહિમાંમ પોકારી રહી છે ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઇને દરેકમાં વસ્તુઓમાં આજે ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલ – પેટ્રોલનાં દિવસેને દિવસે કૂદકે ને કૂદકે વધતા જતા ભાવો સામે પ્રજા લાચાર બની છે. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ જનચેતના આંદોલન દ્રારા વધતા જતા ડીઝલ પેટ્રોલનાં ભાવો સામે વિરોધ દર્શાવ્યો હતો.

અમીરગઢ કોંગેસ સમિતિ દ્રારા આજરોજ અમીરગઢ કોંગેસ ઓફીસથી આ કાર્યકમ કરવામાં આવ્યો હતી જેમાં દિનેશભાઇ ગઢવી, કાંતિભાઈ ખરાડી સહિત અનેક કોંગ્રેસનાં નેતા અને કાર્યકરો હાજર રહ્યા હતા. દેશમાં વધતા જતા ડિઝલ પેટ્રોલનાં ભાવો સહિત ખેડૂતોની દુર્દશા અને GST આવવાથી વેપારી વર્ગની કમર તૂટી પડી છે. આવી મોંઘવારીમાં લોકોને પોતાના ઘર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આવા ત્યારે બીજી બાજુ સરકાર સતત ભાવ વધારો ઝીંકી રહી છે. આવામાં જનતા જાયતો ક્યાં જાય આ કાર્યકામ બાદ પગપાળા ચાલીને અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ભાજપ સરકાર વિરુદ્ધમાં નારા ગુંજયા હતા.

આ સભામાં કોંગેસના મંચસ્થ મહાનુભવોજ માસ્ક વગર નજરે પડ્યા હતા હાલમાં કોરોના મહામારી થોડા સમય પૂર્તિ થંભી ગયી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સંપૂર્ણ પણે જતી રહી નથી આવી સભામાં નેતાજી જો માસ્ક વગર મંચ પર બેઠા હતા તે કેટલુ યોગ્ય..? જો મંચસ્થ નેતા જ માસ્ક વગર આવી મોટી સભામાં હાજર હોય એને સંબોધી રહ્યા હોય તો આમ જનતા અને લોકો ને શુ સલાહ અને સુલેહ આપવી.

આવી સભાઓમાં મંચની બાજુ માં ટોળું એકઠું થાય તે કેટલું યોગ્ય.?

બીજી બાજુ મંચની અડીને જ કેટલાય લોકોનું ટોળું ઉભું હતું અને તેમાંથી કેટલાંય લોકો માસ્ક વગર અને ક્યાંથી આવે કોને ખબર જો આવામાં કોઈ એક એવું વ્યક્તિ આવે તો લોકોના જીવને કેટલું જોખમ છે અને આવી સભાઓમાં આવી રીતે એક જગ્યાએ ટોળું એકઠું નાં થાય તે કોની જવાબદારી ?

Related posts

Leave a Comment