- લાખોના ખર્ચે બનેલો અંડરપાસ સિઝનના પહેલા વરસાદમાં જ પાણીથી ભરાયું
- અંદાજે 10થી વધું ગામને અમીરગઢ આવવા જવા માટે આ એક જ મેઈન રોડ
ગુજરાત: અમીરગઢ ગામમાંથી હાઈવે જવા માટે એકજ મુખ્ય માર્ગે હયાત છે. અંદાજે 10થી વધું ગામ ને અમીરગઢ આવવા જાવા માટે એક જ મેઈન રસ્તો હયાત છે. જે હલામાંજ લાખોના ખર્ચે રેલવે અન્ડરપાસ બનાવામાં આવ્યો હતો. જોકે પ્રજાએ અન્ય અંડરપાસ જોઈ ને ચોમાસામાં હાલાકી પડશે તેવી વકી પેહલથીજ હતી. અમીરગઢ ગામથી અમીરગઢ હાઈવે જવા માટે રેલવે ફાટક હટાવીને તેની જગ્યાએ લાખોના ખર્ચે અંડરપાસ બનાવમાં આવ્યો છે. પણ પહેલાજ વરસાદમાં અન્ડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અમીરગઢ હાઈવેથી અમીરગઢ ગામને જોડતો મુખ્ય માર્ગ એટલે રેલવે ફાટક હતી જે રેલવેના કામ કાજને લઈને રેલવે ફાટક હટાવીને તેની જગ્યાએ નાની ફોર વહીલર અને ટુ વહીલર માટે ફાટકની જગ્યાએ લાખો રૂપિયા ખર્ચીને અન્ડરપાસ બનાવમાં આવ્યો હતો. આ અંડરપાસ સીઝનના પહેલાજ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી લોકોને આવવા જવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વારંવાર અંડરપાસમાં પાણી ભરાયને પ્રજાને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે ગામ લોકો એ અંડરપાસ બની રહ્યો હતો ત્યારે જ તંત્રને જાણપણ કરી હતી પરંતુ તંત્રને પ્રજાની મુશ્કેલીઓથી કોઈ નિસ્બત નથી એવું માલુમ પડી રહ્યું છે. સિઝનના પહેલાજ વરસાદમાં જો અન્ડરપાસ ની આવી કફોડી પરિસ્થિતિ છે. તો જ્યારે સિઝન જામશે ત્યારે શું હાલ થશે એ સવાલ લોકો ને સતાવી રહ્યો છે.