ગુજરાત: અમીરગઢ દેનાબેન્ક આગળ વીજ વાયર તૂટી પડયો હતો જોકે મોટી જાનહાની ટળી હતી. લોકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે નવિન વીજ વાયર નાખવામાં આવ્યો હતો અને બપોરે જ વીજ કર્મીઓ નવિન વાયર નાખીને ગયા હતા ત્યાબાદ એક કલાક માંજ ફરી વાયર તૂટી પડ્યો હતો જોકે સદ્ નસીબે મોટી જાનહાની ટળી હતી.
અમીરગઢ દેના બેન્ક નજીક આવેલ વિજપોલ અને ત્યાંથી અંદાજિત સો મીટર દૂર આવેલ ડીપી થી નવીન વીજ વાયર સવારે જ નાખવામાં આવ્યો હતો અને આખો દિવસ વીજ કર્મીઓ વાયર નાંખીને બપોરે જ ગયા હતા એવું ત્યાંની સ્થાનિકોએ જણાવ્યું હતું વીજ કર્મીઓના ગયા બાદ એકજ કલાકમાં વીજ વાયરમાં અચાનક આગ સળગી ઉઠી અને વિજપોલ અને વાયરમાં ધડાકા થવા લાગ્યા હતાં.
ત્યાં રહેતા લોકો ભાગીને પોતાના ઘરના પાછળનાં ભાગમાં જતા રહ્યા નજીક આવેલ ડીપી અને દેનાબેન્કની વચ્ચે લોખંડ કામ કરતા લોકો રંહે છે. જે આખો દિવસ બહાર જ કામ કરતા હોય છે. અને તેમના નાના બાળકો પણ બહાર જ રમતા હોય છે અને આ રોડ પર સરકારી કચેરીઓ આવેલી હોવાથી આખો દિવસ આ રોડપર લોકોની ભરમાર રહે છે દેના બેંકની બહાર પણ ભીડ જામેલી હોય છે જો કોઈ પણ અનહોંની થાય અને જાનમાલની નુકશાન થાય તો જવાબદાર કોણ ?