અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

કોંગ્રેસ પાક. સમર્થક છે : બીજેપી પ્રભારી

ગુજરાત: આજરોજ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એવા કુમુદબેન જોષી, અમીરગઢ ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ પરમાર, જયેશભાઈ દવે, ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી કૈલાશભાઈ દરજી ચેતનસિંહ રાજપૂત ઈકબાલગઢ માર્કેટયાર્ડ ના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન મોઢ, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જૈન, તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રમુખશ્રીઓ, તમામ મોર્ચા ના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના કારોબારી સભ્યશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પાર્ટીના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, અને કોરોનાથી મરણ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા ચાલતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

બીજીપી પ્રભારી મંત્રી : કોંગ્રેસ 370 નો કાયદો પાછો લાવવા માટે કોંગ્રેસ જે જાહેરાત કરી હતી તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ પાક. સમર્થક પાર્ટી છે. રાષ્ટ્રને તોડો અને પાર્ટીને જોડો જેવી નીતિ રાખે છે.

Related posts

Leave a Comment