અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું

ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન અભ્યાસ સાથે જોડાયેલ રહે. અને આવનારી પરીક્ષાઓમાં બાળક પોતાની સારુ પ્રદર્શન કરી શકે.

કોરોનાની મહામારીને ચાલતા છેલ્લે માર્ચ- 2020થી તમામ શેક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી તેથી બાળકો લાંબા સમયથી અભ્યાસકાર્ય બંધ હતું. તેથી બાળકોનાં મન અભ્યાસથી સંપૂર્ણપણે ઉઠી ન જાય કારણ કે લાંબા સમય કોઈ પણ કાર્ય ન કરીએ તો તે કાર્યમાં ફરી મન લગાવવું મુશ્કેલી ભર્યું હોય છે. તે હેતુ ધ્યાનમાં રાખીને બાળકોને સતત શિક્ષણ સાથે જોડી રાખવા ઓનલાઈન માધ્યમથી તો ક્યારેક 50% બાળકો ને સ્કૂલે બોલવાઇ તો ક્યારેક હોમ લર્નિંગ. , ડોર ટુ ડોર લર્નિંગ આમ એન કેન પ્રકારે બાળકોને શિક્ષણ સાથે જોડવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. તેમનાં જીવન ઘડતારમાં જોડી રાખવાનું કાર્ય એક શિક્ષક જ કરી શકે છે.

Related posts

Leave a Comment