પ્રેમ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી, બે બાળકોની માતાને મળી બદનામ કરવાની ધમકી

અંગતપળો માણતાં ફોટો સોશિયલ મીડિયા પર નાંખવાની મળી ધમકી ફરિયાદીનાં બાળકોને મોકલ્યા ઇન્ટિમેટ ફોટો મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ગુજરાત: આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ગુરુવારે સિટી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે વટવાનાં રહેવાસી અને તેના પૂર્વ પ્રેમી મિતેશ પરમારે તેણીની પુત્રી અને પુત્રને તેમનાં અંગત ફોટો મોકલ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું છે કે તેનો પતિ તેને 15 વર્ષ પહેલા છોડી ગયો હતો અને તે જીવનનું ગાડું ચલાવવા માટે કેટરિંગ એજન્સીમાં કામ કરે છે. ફરિયાદ અનુસાર, મહિલા દોઢ વર્ષ પહેલા તે એજન્સીમાં મિતેશને મળી હતી. સાયબર સેલનાં એક અધિકારીએ…

ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સરકારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો

વધુ 43 ચાઇનાની એપ્સ બેન કરાઈ  AppAlibaba Workbench, AliExpress પણ બેન કરવામાં આવી છે જૂનના અંતમાં ટિકટોક, હેલો સહિતની 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો નેશનલ: ભારત સરકારે 43 વધુ મોબાઇલ એપ્લિકેશન્સ (ચાઇના એપ્સ બેન ઇન ઇન્ડિયા) પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ એપ્સને આઈટી એક્ટની કલમ 69 A હેઠળ બ્લોક કરી દીધી છે, જેનો અર્થ એ કે ભારતમાં વપરાશકર્તાઓ હવે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ અગાઉ જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ ભારતે ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે હવે જે 43 એપ્લિકેશનો પર પ્રતિબંધ…

મિઝોરમ સરકારે ક્રિસમસ અને ન્યુ યરનાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ

કોરોનાએ ક્રિસમસને કરી ફિક્કી કોરોનાએ ક્રિસમસ પણ બગાડી મિઝોરમ સરકારે ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ નેશનલ: મિઝોરમ સરકારે હવા દુષિત થતા અટકાવવા અને પ્રદૂષણને રોકવા માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ -19 દર્દીઓ અને અન્ય લોકોને વાયુ પ્રદૂષણથી થતી શ્વસન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંગળવારે આ માહિતી એક અધિકારીએ આપી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી લાછામલિયાનાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા ઉપરાંત અવકાશી ફાનસ અને બંદૂકો…

શું વાત છે! બિલ આવ્યું 500રૂપિયાનું અને ટીપ આપી 2 લાખની કિસ્સો જાણીને તમે ચોંકી જશો

અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે આપી 2લાખ રૂપિયા કરતા વધુની ટીપ દિલદાર યુવકે 500 રૂપિયાના બિલ ની ટીપ આપી 2.2લાખ રૂપિયા ફેસબુકના માધ્યમથી આ બનાવની જાણ કરીને રેસ્ટોરન્ટ માલિકે આભાર વ્યક્ત કર્યો ઇન્ટરનેશનલ: વિશ્વભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતના વ્યવસાયો વૈશ્વિક મહામારી કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દરમિયાન, લોકો કોરોનાથી અસરગ્રસ્ત વ્યવસાયને તેમની રીતે વિવિધ સહાય આપી રહ્યા છે. અમેરિકાના શહેર કલીવલેન્ડમાં એક રેસ્ટોરન્ટના ગ્રાહકે બીયર પીધી હતી. અને જ્યારે તે યુવકે બીયરની કિંમત ચૂકવી હતી, ત્યારે તેણે 3000$ની ટીપ આપી હતી. કોરોના રોગચાળા દરમિયાન, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી. પરંતુ…

16 વર્ષીય કિશોરીએ પોપ્યુલારીટીમાં સેલિબ્રિટીઝને પછાડ્યા, બનાવ્યો ટીક ટોકનો નવો રેકોર્ડ શું છે પૂરી વાત જાણો અહીં

charli d'amelio

અમેરિકાની યુથ સેન્સેશન ચાર્લી ડીમેલીયોના ટિકટોક પર 10 કરોડથી વધારે ફોલોઅર્સ છે તેણી ટિકટોકની એવી પહેલી સ્ટાર છે જેના ટિકટોક પર 10કરોડ થી વધારે ફોલોઅર્સ છે ડાન્સિંગ મુવ અને લીપસિંક માટે છે જાણીતી ઇન્ટરનેશનલ: સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેતા લોકો ટિકટોકથી સારી રીતે પરિચિત છે અને તેઓ શોર્ટ વિડિઓ મેકિંગ એપ માટે ટિકટોકને ખૂબ જ પસંદ કરતાં હોય છે. આ જ કારણે મોટા મોટા સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓ પણ તેનો ઉપયોગ કરીને સેલિબ્રિટી બની જતા હોય છે. તેવી જ અમેરિકાની એક યુથ સેન્સેશન ચાર્લી ડિમેલીયો(charli d’amelio) છે જેના…

જોર્ડનની રાજકુમારી અને પછી દુબઈના શાસક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસૈનનું તેમના બોડીગાર્ડ સાથે હતું અફેર!

દુબઈના શાસક શેખની પત્નીનું અફેર હતું તેના જ બોડીગાર્ડ સાથે બે વર્ષ ચાલ્યું હતું આ અફેર અને બાદમાં શેખને જાણ થતાં આપ્યા હતા છૂટાછેડા આ રહસ્ય છુપાવવામાં માટે હયા એ આપ્યા હતા 12 કરોડ ઇન્ટરનેશનલ: એક રિપોર્ટમાં થયેલા દાવા અનુસાર, રાજકુમારી હયા(Princess Haya bint Hussein)એ પોતાના બોડીગાર્ડ સાથેના સંબંધને ગુપ્ત રાખવા માટે કરોડો લૂંટાવ્યા હતા. (અથવા કરોડો વાપરી નાંખ્યા હતા) પણ કહેવાય છે ને કે પ્રેમ છાપરે ચડીને પોકારે, તેમ આ સંબંધ પણ છૂપું ન રહ્યું અને તેમને જણાવ્યા વગર જ તેમના પતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તલાક…

CCIએ મુકેશ અંબાનીને બતાવી લીલી જંડી… રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની ડીલ ડન

રીલાયન્સ રિટેઈલ બન્યું હવે મજબૂત ફ્યુચર ગ્રુપ(Big Bazaar) સાથે કરી ડીલ ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ સાથે આવતા એમેઝોન માટે એક આંચકો નેશનલ: શુક્રવારે (20 નવેમ્બર) ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) એ ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેઇલ ડીલને મંજૂરી આપી હતી. એક ટૂંકા નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે: “કમિશન રિલાયન્સ રીટેઇલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને રિલાયન્સ રિટેઇલ અને ફેશન જીવનશૈલી લિમિટેડ દ્વારા ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયોના સંપાદનને મંજૂરી આપે છે.” મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ઓગસ્ટમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રૂપના વ્યવસાયોને ઝડપી વિકસિત કરતા છૂટક વ્યવસાયમાં ઉમેરો…

દગાખોરને મળ્યો દગો… જેમ્સ બોન્ડ સ્ટાઇલમાં અંડરવોટર સ્કૂટરમાં ભાગવા જતાં પ્લાન થયો ફ્લોપ!

ગઠિયો બન્યો જેમ્સ બોન્ડ … FBIએ ચેસ કરીને તેના પ્લાનને કર્યો ફેલ કાનૂન કે હાથ લાંબે હોતે હૈ પડ્યું સાચું અંડરવોટર ભાગતા સ્ટાઇલિશ ચોરને પકડ્યો ફિલ્મી ઢબે ઇન્ટરનેશનલ: ખાડા ખોદે તે પડે…તે કહેવત ને સાચી ઠેરવતો એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જેમ્સ બોન્ડ ની મુવીની જેમ કારસ્તાન કરીને FBI થી છટકી જવા માટે પાણીની અંદર જઈને તરવા જતાં તેની ‘સ્ટાઈલિશ’ સફર નિષ્ફળ નીવડી હતી. વ્યક્તિ જેની ઓળખ 44 વર્ષીય મેથ્યુ પિયર્સી તરીકે થઈ છે તેની તપાસ FBI (Federal Bureau of Investigation) દ્વારા એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી…

ફેક ન્યૂઝ બનાવવું યુટ્યુબરને પડ્યું ભારી : અક્ષય કુમારે કર્યો 500 કરોડનો માનહાનિ નો કેસ

ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો. નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી…