જોર્ડનની રાજકુમારી અને પછી દુબઈના શાસક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસૈનનું તેમના બોડીગાર્ડ સાથે હતું અફેર!

  • દુબઈના શાસક શેખની પત્નીનું અફેર હતું તેના જ બોડીગાર્ડ સાથે
  • બે વર્ષ ચાલ્યું હતું આ અફેર અને બાદમાં શેખને જાણ થતાં આપ્યા હતા છૂટાછેડા
  • આ રહસ્ય છુપાવવામાં માટે હયા એ આપ્યા હતા 12 કરોડ

ઇન્ટરનેશનલ: એક રિપોર્ટમાં થયેલા દાવા અનુસાર, રાજકુમારી હયા(Princess Haya bint Hussein)એ પોતાના બોડીગાર્ડ સાથેના સંબંધને ગુપ્ત રાખવા માટે કરોડો લૂંટાવ્યા હતા. (અથવા કરોડો વાપરી નાંખ્યા હતા) પણ કહેવાય છે ને કે પ્રેમ છાપરે ચડીને પોકારે, તેમ આ સંબંધ પણ છૂપું ન રહ્યું અને તેમને જણાવ્યા વગર જ તેમના પતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તલાક આપી દીધો. (છૂટાછેડા આપી દીધા)

૫૦ લાખની બંદૂક
૫૦ લાખની બંદૂક

વર્ષ 2016થી 2018 સુધી અફેર રહ્યું અને 2019માં થયા છૂટાછેડા


યુકે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આધારે, અફેર 2016 માં શરૂ થયું હતું અને જ્યારે તે બોડીગાર્ડ પ્રિન્સેસ હયા(Princess Haya bint Hussein)માટે પૂર્ણ રીતે કામ કરવા લાગ્યો હતો. રિપોર્ટ મુજબ 46 વર્ષીય રાજકુમારી હયા ના બ્રિટનના 37 વર્ષીય બોડીગાર્ડ રસેલ ફ્લોવરની સાથેનું લફરું લગભગ ૨ વર્ષ સુધી ચાલ્યું. કહેવામાં આવી રહ્યું છે કે રસેલ સાથેના પોતાના આ લફરાને સંતાડવા માટે રાજકુમારીએ બીજા અન્ય બોડીગાર્ડને પણ કરોડો રૂપિયા આપ્યા હતા. તેમજ રાજકુમારી બોડીગાર્ડને ખૂબ જ કિંમતી ભેટો આપતી હતી. જેમાં 12 કરોડની કાંડા ઘડિયાળ અને ૫૦ લાખની બંદૂક પણ સામેલ છે. જોકે, દુબઈના શાસકે પ્રિન્સેસ હયાને જણાવ્યા વગર જ શરીયા કાયદા હેઠળ ફેબ્રુઆરી 2019માં તલાક આપી દીધા.

બોડીગાર્ડ રસેલ ફ્લોવર
બોડીગાર્ડ રસેલ ફ્લોવર

2018માં દુબઇ થી ભાગી ગઇ હતી પ્રિન્સેસ હયા


પ્રિન્સેસ હયા 2018થી દુબઇ છોડી ચુકી છે અને હાલ બ્રિટનમાં રહી રહયા છે. બાળકોની કસ્ટડી માટે તેમને બ્રિટનની કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો, જેમાં હયા ના પક્ષમાં ફેંસલો આવ્યો. પ્રિન્સેસ હયા શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની છઠ્ઠી અને સૌથી નાની વયની પત્ની હતી.

Related posts

Leave a Comment