પ્રેમ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી, બે બાળકોની માતાને મળી બદનામ કરવાની ધમકી

  • અંગતપળો માણતાં ફોટો સોશિયલ મીડિયા પર નાંખવાની મળી ધમકી
  • ફરિયાદીનાં બાળકોને મોકલ્યા ઇન્ટિમેટ ફોટો
  • મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી

ગુજરાત: આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ગુરુવારે સિટી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે વટવાનાં રહેવાસી અને તેના પૂર્વ પ્રેમી મિતેશ પરમારે તેણીની પુત્રી અને પુત્રને તેમનાં અંગત ફોટો મોકલ્યા હતા.

ફરિયાદીએ જણાવ્યું છે કે તેનો પતિ તેને 15 વર્ષ પહેલા છોડી ગયો હતો અને તે જીવનનું ગાડું ચલાવવા માટે કેટરિંગ એજન્સીમાં કામ કરે છે. ફરિયાદ અનુસાર, મહિલા દોઢ વર્ષ પહેલા તે એજન્સીમાં મિતેશને મળી હતી. સાયબર સેલનાં એક અધિકારીએ જણાવ્યુ હતું કે, એફ.આઈ.આર.માં નોંધાયેલ વિગત મુજબ તે બન્ને પ્રેમમાં પડ્યાં અને પછી સંબંધ બાંધ્યા હતા.

તેમની આ રિલેશનશિપ દરમિયાન આરોપીએ તેમની અંગતપળોના ફોટો ક્લિક કર્યા હતા. લગભગ ત્રણ મહિના પછી, ફરિયાદીએ તેમનાં સંબંધોને સમાપ્ત કર્યા કારણ કે મહિલાને લાગ્યું કે આ સંબંધ શરમજનક બની શકે છે, ખાસ કરીને તેના બાળકો માટે.

“ત્યારબાદ આરોપીએ તેને ધમકી આપી હતી કે, જો મહિલા તેની વાત નહિ માને તો તે સોશિયલ મીડિયા પર તેમના તે ફોટો નાંખી દેશે. ફરિયાદીએ આરોપી સાથેના તેના સંબંધોને સમાપ્ત કરી દીધા, ” તેવું સાયબર સેલના એક અધિકારીએ જણાવ્યું હતું.

એફ.આઈ.આર.માં જણાવાયું છે કે 25 ઓક્ટોબરે આરોપીએ તે તસવીરો ફરિયાદીના પુત્ર અને પુત્રીને મોકલી હતી. સાયબર સેલનાં અધિકારીએ જણાવ્યું કે તેઓએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Related posts

Leave a Comment