ફેક ન્યૂઝ બનાવવું યુટ્યુબરને પડ્યું ભારી : અક્ષય કુમારે કર્યો 500 કરોડનો માનહાનિ નો કેસ

  • ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ
  • કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો.

નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

યુટ્યુબરે ડિજિટલ મીડિયાનો ઉપયોગ લોકોને કથિત રૂપે ગેરમાર્ગે દોરવા અને અનેક હસ્તીઓ વિશે ફેક ન્યૂઝ ફેલાવવા માટે કર્યો હતો. તેણે પોતાના વિડિયો માં અક્ષયનું નામ અનેક પ્રસંગોએ લીધું હતું અને જુદા જુદા આરોપો લગાવ્યા હતા. એક દાખલામા (ઉદાહરણમાં) સિદ્દીકીએ એવો દાવો કર્યો હતો કે એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી જેવી મોટી ફિલ્મો મળતા અક્ષય સુશાંતથી નાખુશ હતો અને અભિનેતા એ આદિત્ય ઠાકરે અને મુંબઇ પોલીસ સાથે ‘સિક્રેટ મિટિંગ’ કરી હતી.

અહેવાલ એવા મળ્યા છે કે બિહારના સિવિલ એન્જીનીયર સિદ્દીકી પર માનહાનિ, જાહેર દુષ્કર્મ અને ઈરાદાપૂર્વક અપમાનનો આરોપ છે. સિદ્દીકીએ અક્ષયનું નામ અંતમાં અભિનેતા સુશાંતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પણ જોડ્યો હતો અને દાવો કર્યો હતો કે અક્ષયે રિયાને કેનેડા ભાગી છૂટવામાં મદદ કરી હતી, તેમજ અહેવાલો ના મતે, સિદ્દીકીએ ચાર મહિનાના ગાળામાં આશરે 15લાખ રૂપિયાની કમાણી કરી હતી તથા તેના સબસ્ક્રાઇબર્સ પણ 2 લાખ થી વધીને 3 લાખ થી વધુ થયા છે.

Related posts

Leave a Comment