દગાખોરને મળ્યો દગો… જેમ્સ બોન્ડ સ્ટાઇલમાં અંડરવોટર સ્કૂટરમાં ભાગવા જતાં પ્લાન થયો ફ્લોપ!

  • ગઠિયો બન્યો જેમ્સ બોન્ડ … FBIએ ચેસ કરીને તેના પ્લાનને કર્યો ફેલ
  • કાનૂન કે હાથ લાંબે હોતે હૈ પડ્યું સાચું
  • અંડરવોટર ભાગતા સ્ટાઇલિશ ચોરને પકડ્યો ફિલ્મી ઢબે

ઇન્ટરનેશનલ: ખાડા ખોદે તે પડે…તે કહેવત ને સાચી ઠેરવતો એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જેમ્સ બોન્ડ ની મુવીની જેમ કારસ્તાન કરીને FBI થી છટકી જવા માટે પાણીની અંદર જઈને તરવા જતાં તેની ‘સ્ટાઈલિશ’ સફર નિષ્ફળ નીવડી હતી. વ્યક્તિ જેની ઓળખ 44 વર્ષીય મેથ્યુ પિયર્સી તરીકે થઈ છે તેની તપાસ FBI (Federal Bureau of Investigation) દ્વારા એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી હતી. (Timesnownews)નાં અહેવાલો અનુસાર, અનેક ફેડરલ એજન્ટો તેમની કંપની, ફેમિલી વેલ્થ લેગેસી ને કથિત 35મિલિયન ડોલરનાં ફ્રોડ માટે સોધી રહ્યા હતા.

ફિલ્મોમાં આવતા ડાયલોગની જેમ, કાનૂન કે હાથ લંબે હોતે હૈ, તેમ તાજેતરમાં તેની આ હાઈટેક એસ્કેપની યોજનાને નિષ્ફળ કરીને પકડી પાડવામાં આવ્યો. મેથ્યુ પિયર્સીએ ભૂગર્ભમાંથી છટકી જવાનો પ્લાન ઘડ્યો હતો, પણ FBI ના એજન્ટોએ તેનો લાંબા સમય સુધી પીછો(ચેસ કરીને) ઝડપી લીધો હતો. CBS 13ના અહેવાલમાં જણાવાયું છે કે કેલિફોર્નિયાના રેડ્ડીગના પાસેના હાઇવે પરથી તેની પીછો કરવામાં આવ્યો હતો, જ્યારે FBIના હેલિકોપટરે તેને ચેસ કર્યો ત્યારે તે યામહા સી સ્કુટરથી તળાવમાં કુદી પડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, પિયર્સી લગભગ 25 મિનિટ સુધી તેની યામહા સી સ્કુટરથી પાણીની અંદર જ રહ્યો હતો. પરંતુ, તળાવના ઠંડા તાપમાનને કારણે પિયર્સીને આખરે ઉપર આવવું પડ્યું. જેના પગલે અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી .

પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે ભાગવા માટે જે યામહા 350Li નો ઉપયોગ કર્યો હતો તેની કિંમત 1195 ડોલર એટલે કે અંદાજે. 88,880 રૂપિયા છે. આ મોટરવાહન ઉપકરણ વપરાશકર્તાઓ પાણીની સપાટીની નીચે કલાક દીઠ 3.7 માઇલની ઝડપે દોડે/ચાલે છે પણ કમનસીબે પિયર્સી માટે તે તેની અપેક્ષા મુજબ ચાલ્યું નહિ અને તેને ભાગી છૂટવામાં નિષ્ફળતા હાથ લાગી.
પિયર્સી પર વાયર ફ્રોડ, મેઈલ ફ્રોડ , મની લોન્ડરિંગ અને સાક્ષી/સબૂત સાથે ચેડાં કરવાનો આરોપ છે. તેના બિઝનેસ પાર્ટનર કેનેથ વીંટન સાથે તેને દોષી ઠેરવવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment