શું વાત છે! બિલ આવ્યું 500રૂપિયાનું અને ટીપ આપી 2 લાખની કિસ્સો જાણીને તમે ચોંકી જશો

  • અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે આપી 2લાખ રૂપિયા કરતા વધુની ટીપ
  • દિલદાર યુવકે 500 રૂપિયાના બિલ ની ટીપ આપી 2.2લાખ રૂપિયા
  • ફેસબુકના માધ્યમથી આ બનાવની જાણ કરીને રેસ્ટોરન્ટ માલિકે આભાર વ્યક્ત કર્યો

ઇન્ટરનેશનલ: વિશ્વભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતના વ્યવસાયો વૈશ્વિક મહામારી કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દરમિયાન, લોકો કોરોનાથી અસરગ્રસ્ત વ્યવસાયને તેમની રીતે વિવિધ સહાય આપી રહ્યા છે. અમેરિકાના શહેર કલીવલેન્ડમાં એક રેસ્ટોરન્ટના ગ્રાહકે બીયર પીધી હતી. અને જ્યારે તે યુવકે બીયરની કિંમત ચૂકવી હતી, ત્યારે તેણે 3000$ની ટીપ આપી હતી.

Brendan Ring
PC: Brendan Ring Facebook

કોરોના રોગચાળા દરમિયાન, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે રેસ્ટોરન્ટ ફરીથી ખોલવામાં આવી ત્યારે રવિવારે એક યુવકે બીયર પીધી, જેની કિંમત માત્ર 7.02$ (500રૂપિયા) છે. પરંતુ યુવકે 3000$ ની મદદ કરી દીધી. આ મદદ મળ્યાની જાણ રેસ્ટોરન્ટના માલિક, બ્રેન્ડન રીંગે પોતે ફેસબુક પર પોસ્ટ કરીને આપી હતી.

રિંગે જણાવ્યું કે ટીપ આપ્યા પછી ગ્રાહકે અમને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે આ ટિપ રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓમાં વહેંચવામાં આવે કે જેઓ ત્યાં કાર્યરત હતા.

જ્યારે આ ગ્રાહક રેસ્ટોરન્ટની બહાર ગયો ત્યારે રિંગના માલિકે આ ટિપ જોઇ, તેને વિશ્વાસ નહતો થતો કે આ યુવકે 3000 $ ની ટિપ આપી દીધી છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 2.2 લાખ રૂપિયા છે.

રેસ્ટોરન્ટના માલિકે ફેસબુક પોસ્ટ દ્વારા ગ્રાહકની ઉદારતા વિશે માહિતી આપી. રિંગે લખ્યું કે જ્યારે મેં બિલ જોયું ત્યારે મને લાગ્યું કે ગ્રાહકે ભૂલથી આ પૈસા આપ્યા છે, પછી હું તેની પાછળ દોડ્યો પણ ગ્રાહકે કહ્યું કે તેણે આ ટીપ ભૂલથી નથી આપી પણ જ્યારે તમે ફરીથી દુકાન ખોલશો ત્યારે આપણે મળીશું.

રિંગે કહ્યું કે જો હું ઇચ્છત તો ગ્રાહકનું નામ તમારી સાથે શેર કરી શકત, પરંતુ હું તેવું નહીં કરું કારણ કે મને લાગે છે કે ગ્રાહક પોતાનું નામ જાહેર કરે તેવું ઇચ્છતો નથી, પરંતુ મારો આખો સ્ટાફ અને હું તેનો આભારી છું કે તેણે આટલું મોટું હૃદય બતાવ્યું અને મદદનો હાથ આગળ મૂક્યો. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અભિનેતા ડોની વોલ્બર્ગે પણ એક રેસ્ટોરન્ટને 2020 રૂપિયાની ટીપ આપી હતી.

Related posts

Leave a Comment