ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.
Year: 2021
नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા
અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…
પ્રેમ…ઇશ્ક…પ્યાર…મહોબ્બત…
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો! વેલેન્ટાઇન દિવસ એટલે કે 14, ફેબ્રુઆરી- આવ્યા પહેલાંનું એક આખું અઠવાડિયું પ્રેમનું સપ્તાહ તરીકે ઉજવાય ખરું! પાછા જાત – જાતનાં દિવસો આવે અને યુવા દિલો એને હોંશે હોંશે ઉજવે! તો આજનાં લેખમાં… અમે કરીશું પ્રેમની વાતો અને તમે કરજો પ્રેમ.. એવું કરીએ! તો બીજી કોઈ જ આડી-અવળી વાત કર્યાં વગર વિશ્વભરનાં ફિલસૂફો, લેખકો, કવિઓ, વિચારકોએ પ્રેમ વિશે શું કહ્યું છે એ જ વાંચો! તમે વિચારી રહ્યાં છો કે પ્રેમ થોડો કંઈ ચર્ચા કરવાનો- વાચવાનો વિષય છે… હાં, સાચું..ચર્ચા કરવાનો વિષય નથી..પણ છતાંય સૌથી વધારે કોઈ…
‘કૂકડે કૂક’ એક પ્રયોગ
‘કૂકડે કૂક’ એક પ્રયોગ છે, બાળ સાહિત્યિક સામયિકનો. ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં ‘ મીડિયા રીસર્ચ પ્રોજક્ટ’ અંતર્ગત આ સામયિક બનાવવાનો પ્રયોગ કર્યો છે. આ સામયિકને અનુરૂપ પ્રશ્નોનાં જવાબ ચોક્કસ આપજો. કૂકડે કૂક – જાન્યુઆરી ૨૦૨૧ (આપના અભિપ્રાયો બાદ, સુધારા- વધારા સાથે અંક-૨ ‘ પ્રત્યક્ષ સમાચાર’ અને અન્ય સંસ્થાઓનાં સૌજન્યથી જાહેર થશે.) પ્રશ્નોનાં ઉત્તર આપવા માટે અહીં ક્લિક કરો.
મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી
શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી! સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર…
અમીરગઢ રેલવે-ફૂટબ્રિજને જોડવા માટે લેખિતમાં રજુઆત કરાઈ
અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી…
ઐતિહાસિક અને પુરાતત્વમાં નોંધાયેલ પ્રતાપપુરનું ચંદ્રાસર તળાવ આજે નષ્ટ થવાને આરે !
તળાવમાં તૈયારી કરી ગામનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ ક્ષેત્રે મેડલ જીત્યા છે રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ તળાવને સાચવવાની જવાબદારી ક્યારે લેશે? ગુજરાત: ધ્રાંગધ્રાનાં પ્રતાપપુર ગામમાં આવેલું અસ્ટકોણીય આકારનું ચંદ્રાસર તળાવ ઘણા વર્ષો જૂનું છે. સ્થાનિકોનું એવું માનવું છે કે, ચંદ્રાસર તળાવ ભૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું. તળાવ ક્રિકેટનાં સ્ટેડિયમ માફક દેખાય છે. તળાવની મદદથી ગામની પ્રાથમિક શાળાનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્ષેત્રની પ્રતિયોગીતામાં ભાગ લઈને મેડલ જીત્યા છે. પરંતુ આજે આ તળાવ નષ્ટ થવાને આરે છે. તળાવ હવે તૂટવા લાગ્યું છે અને તળાવનું પાણી…
અમીરગઢમાં 100 ફુટનો રાષ્ટ્રિયધ્વજ લહેરાયો
100 ફુટનાં રાષ્ટ્રીયધ્વજ સાથે ગામ દેશભક્તિમાં રંગાયું ગુજરાત: આજે 72 માં સ્વાતંત્રદિન નિમતે દેશ ભરમાં ત્તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ખાતે સાંજે 4 વાગે અમીરગઢની જનતા દ્રારા 100 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આજ રોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળે છે. નાના ભૂલકાઓ યુવાનો અને વડીલોથી લઈને સર્વે લોકોનાં મનમાં આઝાદી દિન નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને તમામ લોકો તેની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ ,રેલી, રોડ શૉ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે આજે અમીરગઢ ખાતે ગામનાં જાહેર માર્ગો પર…
હરિપર ગામમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 10650નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં પોલીસને હરિપર શક્તિમાતાનાં મંદિર બાજુનાં ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળેલી ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો તાલુકાનાં વિવિધ ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિર બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી પરની જગ્યાએ રેડ મારતાં ચાર ઈસમોને કુલ રૂ.10650નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત સોમવારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ધ્રાંગધ્રાનાં…
પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?
26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ! આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી. કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ…