હરિપર ગામમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 10650નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા

  • ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં
  • પોલીસને હરિપર શક્તિમાતાનાં મંદિર બાજુનાં ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળેલી

ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો તાલુકાનાં વિવિધ ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિર બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી પરની જગ્યાએ રેડ મારતાં ચાર ઈસમોને કુલ રૂ.10650નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત સોમવારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફનાં માણસો ધ્રાંગધ્રાનાં ગામડાઓમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બપોરનાં સમયે પોલીસ સ્ટાફનાં માણસો હરિપર ગામનાં બસ સ્ટેન્ડે આવતા તેમને બાતમી મળી હતી કે, હરિપર ગામનાં શક્તિમાતાનાં મંદિરની બાજુમાં આવેલા ચોકમાં કેટલાંક ઈસમો ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારબાદ પોલીસે બાતમી મુજબનાં સ્થળે રેડ મારતા ચાર ઈસમો જુગાર રમતા પકડાયા હતા. ત્યારે પોલીસ સ્ટાફનાં માણસોએ તેમનું નામ પૂછતાં અમરશીભાઈ વિરજીભાઈ વિરાણી, હીરાભાઈ તીકુંભાઈ રાઠોડ, ભરતભાઈ બચુભાઈ હાલાણી અને અશોકભાઈ હીરાભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય ઇસમોની જડતી કરતા કુલ 10650 રૂપિયા મળી આવ્યાં હતાં. જેથી તાલુકા પોલીસે જુગાર રમતા ચારેય ઇસમોને પકડી ફરિયાદ નોંધી છે.

Related posts

Leave a Comment