નેશનલ: દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2.17 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, જે દિવસભરનો આંકડો છે. આ પહેલા 15 એપ્રિલના રોજ 2 લાખથી વધુ કેસ મળી આવ્યા હતા. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 1,42,91,917 છે. તો બીજી તરફ, સક્રિય કેસ પણ 15 લાખને પાર કરી ગયા. છેલ્લા 24 કલાક દરમિયાન, 1185 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.જેના પછી મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,74,308 થઈ ગઈ. દેશમાં સતત 37 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભૂતપૂર્વ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ડિરેક્ટર રણજિત સિંહાનું…
Month: April 2021
( રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ) આરટીજીએસની સુવિધા રવિવારે 14 કલાક બંધ રહેશે
નેશનલ: ડિજિટલ પેમેન્ટ્સ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધા રવિવાર 18 એપ્રિલના રોજ 14 કલાક માટે બંધ રહેશે. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે આ આરજીટીએસમાં તકનીકી સુધારણા માટે કરવામાં આવી રહ્યું છે. આ માટે આ સુવિધા 17 એપ્રિલ શનિવારની મધ્યરાત્રીથી રવિવારે બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) ની સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈએ બેંકોને તેમના ગ્રાહકોને આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, બે લાખ રૂપિયાથી વધુ મોકલવા માટે વપરાયેલી આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ…
આજનો ઇતિહાસ : ભારતની પ્રથમ રેલ્વે – મુંબઈથી ઉપડી હતી કે ચેન્નાઈથી?
16 એપ્રિલ 1853ના રોજ ભારતની પ્રથમ મુસાફર રેલયાત્રા શરૂ થઈ હતી. જેને મુંબઈના બોરીબંદરથી આ ત્રણ એન્જિન વાળી અને 14 ડબ્બાવાળી રેલને લીલી ઝંડી આપવામાં આવી હતી અને થાણે ખાતે જઈને રેલ્વે ઊભી રખાઇ હતી. આ રેલ્વે યાત્રામાં 400 મુસાફરોએ 34 કિ. મી ની સફર કરેલી. સાથે મહત્વની વાત એ પણ છે કે આ રેલ્વેને 34 કિ. મી નું અંતર કાપતા 57 મિનિટનો સમય લાગ્યો હતો. અમેરિકા, રુસ, ચીન પછી ભારતનું ટ્રેન નેટવર્ક ચોથા ક્રમે આવે છે. 1 લાખ 23 5 82 કિલોમીટર લાંબી રેલયાત્રા ભારતની છે. વિશ્વનું સૌથી વ્યસ્ત…
રાજસ્થાને દિલ્હી સામે હારેલી મેચ જીતી
મોરિસ તેની આક્રમક બેટિંગથી મેચનું પરિણામ બદલી નાખ્યું IPL: આઈપીએલ 14માં રાજસ્થાનને દિલ્હીને 3 વિકેટ થી હરાવ્યું. દિલ્હીમાં પંતની ફિફટીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન કર્યા. રાજસ્થાને છેલ્લા 2 બોલ બાકી રાખી જીત મેળવી હતી. ક્રિસ મોરિસે 18 બોલમાં 4 છગ્ગા સાથે 36 રન કર્યા હતા. સાથે આ મેચમાં મિલરે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન કર્યા હતા. રાજસ્થાનની શરૂઆત ની 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હતી પરંતુ ડેવિડ મિલર અને મોરિસ ની બેટિંગે મેચનું અલગ જ…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેમડેસિવીર ઇન્જેકશનનું વ્યાપક પ્રમાણમાં વિતરણ: જાણો વિતરણનું સ્થળ
ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં 36, 106 વાયલનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ.એમ.સી.એ અમદાવાદની કોઈપણ હોસ્પિટલમાં કોરોનાના પાત્રતા ધરાવતા દર્દીઓને આ ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાત્રતા ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમ આઈસોલેશનમાં છે તેમને પણ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન તથા હોસ્પિટલ દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શન આપશે, જેથી તેનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય. 15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને…
આજે દિલ્હી અને રાજસ્થાન સામસામે
આજે બેન સ્ટોક્સ મેચમાં જોવા નહિ મળે IPL: આઈપીએલ 14ની 7મી મેચમાં દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30એ વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને. રાજસ્થાન પહેલી મેચ હાર્યા બાદ જીતની નવી શરૂઆત કરવા દિલ્હી કેપિટલ સામે ઉતરશે. રાજસ્થાન ટીમને બેન સ્ટોક્સ ની ખલેલ પડશે. આ સેમસન માટે મુશ્કેલી લાવી શકે છે. દિલ્હી કેપિટલ્સએ તેમના નવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર શરૂઆત કરી છે, તેની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 7 વિકેટે હરાવી, પરંતુ સોમવારે રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ (PBKS) એ 4 રન થી હરાવ્યું હતું. RR v/s DC…
મહારાષ્ટ્રને પ્રાણવાયુ પૂરો પાડશે ગુજરાતની રિલાયન્સ રિફાઇનરી
જામનગર રિફાઇનરીમાંથી મહારાષ્ટ્રને 100 ટન ઓક્સિજન મોકલવામાં આવશે નેશનલ: દેશભરમાં અને ગુજરાતમાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત થઈને ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાથી સર્જાયેલી ઓક્સિજનની તંગીના પગલે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરીમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવશે. બુધવારે મુંબઈમાં મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ આ ઘોષણા કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હતા. જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. જ્યાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં…
મુંબઈમાં શૂટિંગ પર પ્રતિબંધ લાગતા જ નિર્માતાઓએ ગોવા ભણી દોડ મૂકી
મનોરંજન: બુધવારથી મુંબઈમાં ફિલ્મ્સ, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર પ્રતિબંધ બાદ, તમામ નિર્માતાઓએ તેમના કલાકારો અને ટેકનિશિયનને રાજ્યના નજીકના રાજ્ય ગોવામાં પહોંચવા કહ્યું છે. ત્યાંના બંગલાઓ અને હોટલોમાં ફિલ્મના શૂટિંગમાં સામેલ લોકોની ભીડમાં અચાનક વધારો થવાને કારણે ગોવા વહીવટી તંત્ર પણ સાવધ થઈ ગયું છે. શુક્રવારે ગોવામાં ફિલ્મના શૂટિંગને મંજૂરી આપનારી નોડલ એજન્સીએ નિર્માતાઓને રાજ્યમાં પરવાનગી વગર શૂટિંગ અંગે ચેતવણી પણ આપી છે. મુંબઇમાં ફિલ્મ અને ટીવી કલાકારોના સતત કોરોના સંક્રમણ અને શહેરમાં કોરોના કેસોમાં તીવ્ર વધારો થવાને કારણે મહારાષ્ટ્ર સરકારે શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ…
RCB vs SRHની મેચમાં RCBનો 6 રને વિજય
બેંગ્લોરનાં બોલરે એક ઓવરમાં લીધી 3 વિકેટ લાંબા સમય બાદ મેક્સવેલની અડધી સદી જોવા મળી IPL: આઈપીએલ 14ની RCB vs SRHની મેચ માં RCBનો શાનદાર વિજય રહ્યો. હૈદરાબાદને 6 રનથી હરાવ્યું હતું. બેંગલોરને જીત આપાવ માટે મેક્સવેલ અને શાહબાઝ અહમદે ખૂબ મજબૂત દેખાવ કર્યો. હૈદરાબાદે બેંગલોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ આપી 149 રન બનાવ્યા. જેની સામે હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 143 રન જ બનાવી શકી. હૈદરાબાદ…
અમીરગઢમાં ગૌ રક્ષકોની માત્ર “ગાડીમાં જતી ગાયો” માટે જ હમદર્દી!
અમીરગઢમાં ગૌમાતા બની નિરાધાર કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા નહિ ગુજરાત: અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી ગૌમાતાની સ્થિતિ દયનિય બની છે. ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે દરબદર ફરતી રહે છે. દરેક શેરી અને ગલીમાં ફર્યા બાદ પણ જો પેટ ના ભરાય ત્યારે થાકીને જે-તે વસ્તુઓ ખાઈને પેટ ભરવા મજબૂર બને છે. ગૌમાતા આપણી જેમ માનવ તો નથી કે બોલી શકે અને ભૂખ કે તરસ સંતોષી શકે. અત્યારે આવી કાળઝાળ ગરમી અને કોવિડની ભયજનક સ્થિતિ વચ્ચે જ્યારે માણસોનાં પોતાનાં માટે બે ટાઈમ જમવાનાં સાસા છે, ત્યારે આવી…