ભૂતપૂર્વ સીબીઆઈ ડિરેક્ટર રણજિતસિંહાનું નિધન, દિગ્વિજય સિંહ,હરસિમરત કૌર અને રણદીપસિંહ સુરજેવાલા કોરોનાગ્રસ્ત

નેશનલ: દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2.17 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, જે દિવસભરનો આંકડો છે. આ પહેલા 15 એપ્રિલના રોજ 2 લાખથી વધુ કેસ મળી આવ્યા હતા. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 1,42,91,917 છે. તો બીજી તરફ, સક્રિય કેસ પણ 15 લાખને પાર કરી ગયા. છેલ્લા 24 કલાક દરમિયાન, 1185 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.જેના પછી મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,74,308 થઈ ગઈ. દેશમાં સતત 37 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

ભૂતપૂર્વ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ડિરેક્ટર રણજિત સિંહાનું આજે સવારે 68 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. ગુરુવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રણજિત સિંહાએ સીબીઆઈના ડાયરેક્ટર અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ (ડીજી) સહિત અનેક વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ પણ કોરોના કોરોનાગ્રસ્ત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘મારો કોવિડ તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં મારા દિલ્હીના નિવાસસ્થાન પર ક્વોરેન્ટાઇન છું. આ સમય દરમિયાન, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ હોમ કોરોનટાઇન રહે અને તેમના સ્વાસ્થ્યને લગતી તમામ સાવચેતી રાખે.

શિરોમણિ અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે સંપર્કમાં આવનારાઓને ટેસ્ટિંગ કરાવવા કહ્યું.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાને પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે. તેમણે આ અંગે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમજ સંપર્કમાં આવનારાઓને સાવચેતી રાખવા અપીલ કરી છે.

 

Related posts

Leave a Comment