- જામનગર રિફાઇનરીમાંથી મહારાષ્ટ્રને 100 ટન ઓક્સિજન મોકલવામાં આવશે
નેશનલ: દેશભરમાં અને ગુજરાતમાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત થઈને ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાથી સર્જાયેલી ઓક્સિજનની તંગીના પગલે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરીમાંથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવશે.
બુધવારે મુંબઈમાં મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ આ ઘોષણા કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હતા.
જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. જ્યાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે. મુંબઈ અને થાણેમાં હાલ ઓક્સિજનની ભારે માગ છે.