અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેમડેસિવીર ઇન્જેકશનનું વ્યાપક પ્રમાણમાં વિતરણ: જાણો વિતરણનું સ્થળ

  • ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં 36, 106 વાયલનું વિતરણ કરવામાં આવ્યું છે

ગુજરાત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ.એમ.સી.એ અમદાવાદની કોઈપણ હોસ્પિટલમાં કોરોનાના પાત્રતા ધરાવતા દર્દીઓને આ ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાત્રતા ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમ આઈસોલેશનમાં છે તેમને પણ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન તથા હોસ્પિટલ દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શન આપશે, જેથી તેનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય.

15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં 36, 106 વાયલનું વિતરણ કરવામાં આવ્યું છે.

રીમેડેસિવીર ઈન્જેકશન કોવિડ દર્દીઓને મળી રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

1. તમામ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલો, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો (નર્સિંગ હોમ્સ) અને કોવિડ કેર સેન્ટર્સને ડોરસ્ટેપ ડિલિવરી મળશે.

2. એ.એન.એચ.એ.ના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ દ્વારા સંભાળ લેવામાં આવતા બધા હોમ આઈસોલેશન વાળા દર્દીઓ એ.એન.એચ.એ. દ્વારા મેળવશે.

૩. માન્ય સી-ફોર્મ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલો (કેટેગરી -1 માં ઉલ્લેખિત સિવાય)એ તેઓની જરૃરીયાત નીચે જણાવેલ મેઇલ આઈડી પર આ સાથે જણાવેલ ફોર્મેટમાં અને જરૃરી દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે. (Mai1 id-relesvir.oss|lamcfmail, com) હોસ્પિટલોએ નિયત કરેલ ફોર્મેટમાં (ફક્ત પીડીએફ ફોર્મેટમાં) નીચેના દસ્તાવેજો સાથે જોડવા પડશે.

a. સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી.

b. જણાવેલ ફોર્મેટમાં દરેક દર્દીઓની આર.ટી. પી.સી.આર. રીપોર્ટની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી.

c. ઈન્જેકશન લેવા આવનાર વ્યકિતના ઓળખ કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કોપી હોસ્પિટલોએ ફક્ત એ.એમ.સી. તરફથી કન્ફર્મેશન ઈ-મેઇલ મેળવ્યા પછી ફક્ત નિયત સમય અને તારીખે માન્ય ડોઝ લેવા માટે તેમના પ્રતિનિધિને મોકલવાના રહેશે. હોસ્પિટલના પ્રતિનિધિને પૂરતા દસ્તાવેજો વિના, કન્ફરમેશન મેળવ્યા વિના અને વ્યક્તિગત દર્દીઓએ ઈન્જેક્શન મેળવવા નહીં આવવા વિનંતી છે.

વિતરણ સ્થળો –

એટ્રીયમ, એસ.વી.પી. હોસ્પિટલ, એલીસબ્રીજ. જી.એમ.એસ.સી.એલ. તરફથી જ્યાં સુધી સ્ટોક મળશે ત્યાં સુધી ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે.

જે હોસ્પિટલો કેટેગરી-3માં આવતી હોય તેમણે આ સાથે આપેલ ફોર્મેટમાં, જણાવેલ સમય અને તારીખ (ઈ-મેલમાં પ્રાપ્ત થયેલ કન્ફર્મેશન સાથે) ઉપર સરનામે આવવાનું રહે છે.

Related posts

Leave a Comment