આજનો ઇતિહાસ : ભારતની પ્રથમ રેલ્વે – મુંબઈથી ઉપડી હતી કે ચેન્નાઈથી?

16 એપ્રિલ 1853ના રોજ ભારતની પ્રથમ મુસાફર રેલયાત્રા શરૂ થઈ હતી. જેને મુંબઈના બોરીબંદરથી આ ત્રણ એન્જિન વાળી અને 14 ડબ્બાવાળી રેલને લીલી ઝંડી આપવામાં આવી હતી અને થાણે ખાતે જઈને રેલ્વે ઊભી રખાઇ હતી. આ રેલ્વે યાત્રામાં 400 મુસાફરોએ 34 કિ. મી ની સફર કરેલી. સાથે મહત્વની વાત એ પણ છે કે આ રેલ્વેને 34 કિ. મી નું અંતર કાપતા 57 મિનિટનો સમય લાગ્યો હતો.

અમેરિકા, રુસ, ચીન પછી ભારતનું ટ્રેન નેટવર્ક ચોથા ક્રમે આવે છે. 1 લાખ 23 5 82 કિલોમીટર લાંબી રેલયાત્રા ભારતની છે. વિશ્વનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનમાં પણ ભારતની ગણતરી થાય છે. અંદાજે રોજ ભારતીય રેલ્વેમાં 24 કરોડ લોકો સફર કરે છે. સાથે ભારતીય રેલ્વે સૌથી વધુ નોકરી આપવાવાળો વિભાગ પણ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ આખામાં નોકરી આપવામાં ભારતીય રેલ્વે 8 માં ક્રમાંકે છે. માર્ચ 2019 ના એક રિપોર્ટ અનુસાર ભારતીય રેલ્વેમાં કામ કરતાં લોકોની સંખ્યા 13 લાખ હતી.

ભારતીય રેલ્વે સ્ટેશનનો ઇતિહાસ 160 વર્ષથી પણ જૂનો ઇતિહાસ છે. જે સમયે ભારતમાં રેલ્વેની શરૂઆત થઈ એ વખતે ભારતમાં અંગ્રેજી હકૂમત હતી. એ વખતે ભારતીય ગવર્નર લોર્ડ ડેલહાઉસીને ભારતીય રેલવેનો જનક માનવામાં આવતા હતા. 1848 થી 1856 સુધી લોર્ડ ડેલહાઉસી ભારતના ગવર્નર રહ્યા. 1832 માં મદ્રાસમાં સૌ પ્રથમ રેલ્વે સેવા ઉપલબ્ધ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને આ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરવામાં આવ્યો અને 5 વર્ષની મહેનત બાદ વર્ષ 1836 માં ભારતની પ્રથમ રેલવે ચલાવવામાં આવી હતી .

આ પ્રથમ રેલ્વે રેડ હિલ્સ, લાલ પહાડીથી ચેન્નાઈના ચીંદાતરીપેટ સુધી છળવાઈ હતી. આ ટ્રેનમાં સ્ટીમ એંજિનનો પ્રયોગ કરાયો હતો. જેને વિલિયમ એવરી એ બનાવ્યું હતું . આ પ્રથમ રેલવેનું નિર્માણ સર આર્થર કોટેનએ કર્યું હતું આ રેલવેનો ઉપયોગ મદ્રાસમાં બની રહેલા રોડ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા ગ્રેનાઇટ પત્થરોને લાવવા – લઈ જવા કરવામાં આવ્યો હતો ,આનું નામ રેડ હિલ રેલ્વે રાખવામાં આવ્યું હતું .

એ બાદ 1845 માં સર આર્થર કોટેનની નિગરાની માં જ ગોદાવરી ડેમ રેલ્વેનું નિર્માણ કર્યું હતું . આ રેલ્વે નો ઉપયોગ ગોદાવરી નદી પર ડેમ બનાવવા માટેના પત્થરોને લાવવા અને લઈ જવા માટે ઉપયોગ કરાયો હતો . 8 મી 1845 એ મદ્રાસ રેલ્વેનું ગઠન થયું અને આ ગાળામાં ઈસ્ટ ઈન્ડિયા રેલ્વેનું ગઠન થયું. થોડા વર્ષો આ જ રીતે રેલ્વે કામ કરતું રહ્યું .

1 ઓગસ્ટ 1849 ના રોજ સંસદના અધિનિયમ અંતર્ગત GIPR (Great Indian Peninsula Railway) નું ગઠન થયું અને રેલ્વે નિર્માણ માટે ભારતને વિનામૂલ્યે રેલ્વે આપવાની જાહેરાત થઈ અને જેટલું આ રેલ્વે કમાણી કરે એમાંથી 5 % રેલ બનવવવાળી કંપનીઓ ને આપવું એ શરતે પણ ભારત બંધાણું.

17 ઓગસ્ટ 1849 ના રોજ આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા . 1851 માં રોડકી ની અંદર સલોની રેલ્વે નું નિર્માણ શરૂ કરાયું જેમાં એંજિનનું નામ અંગેરેજ પરથી રાખવામાં આવેલું અને સલોની નદી પર બની રહેલ જળ માર્ગ બનાવવા માટેની સામગ્રી લાવવા લઈ જવા માટે કરવામાં આવ્યું. 1850 માં કોલકાતાની રેલ કંપની Great Indian Peninsula Railway એ ભારતમાં પ્રથમ પેસેન્જર રેલ શરૂ કરવા માટે પાટા પથરવાં ના શરૂ કરી દીધા.

  • 16 એપ્રિલ 1853ના રોજ ભારતની પ્રથમ મુસાફર રેલયાત્રા શરૂ થઈ હતી.
  • જેને મુંબઈના બોરીબંદરથી ત્રણ એન્જિન વાળી અને 14 ડબ્બાવાળી રેલ હતી.
  • ત્રણ એન્જિનના નામોમાં 1. ‘સુલતાન’ , 2. ‘સિંધુ’ , 3. ‘સાહિબ’ હતા.
  • થાણે ખાતે 4;45 એ રેલ્વે પહોંચી હતી. આ રેલ્વે યાત્રામાં 400 મુસાફરોએ 34 કિ. મી ની સફર કરેલી.
  • મહત્વની વાત એ પણ છે કે આ રેલ્વેને 34 કિ. મી નું અંતર કાપતા 57 મિનિટનો સમય લાગ્યો હતો.
  • મહારાષ્ટ્રનું બોરીગંજ રેલ્વે સ્ટેશન : આજે આ છત્રપતિ શિવાજી ટર્મિનલ તરીકે ઓળખાય છે.

Related posts

Leave a Comment