ગુજરાત: 15 જુલાઈ 2021થી ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજોને 50% સંખ્યા સાથે ઓફલાઇન શિક્ષણ કરી શરૂ કરવા માટે મળી મંજૂરી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થિની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઇન ક્લાસ ભરવાના હોય તેવા વિદ્યાર્થીના વાલીઓની લેખિત મંજૂરી ફરજિયાત રીતે લેવામાં આવશે.
હાજરી દરમિયાન વિદ્યાર્થીઓએ SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે. સોશિયલ ડિસટેન્સ તેમજ હાથ ધોવા માટેની પૂરતી સગવડ સંસ્થાએ કરવાની રહશે .
કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્ય સચિવ અનિલ મુકીમ અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.