માતાને મોતને ઘાટ ઉતારી તેનાં અંગને કોળિયો કરનાર આરોપીને મળી મોતની સજા

  • પોતાની સગી માને મારી તેનાં હૃદય, કિડની અને આંતરડાંને ખાધાં
  • દારૂ પીવાનાં પૈસા ના મળવાના કારણે માણસ બન્યો દાનવ

નેશનલ: પોતાની માતાની નિર્દયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને કોળિયો કરી જનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતા સમયે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જોઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જોઈએ. 35 વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. આરોપી પાસે ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો છે.

કોલ્હાપુરમાં આ ઘટના 28 ઓગસ્ટ 2017માં થઈ હતી. ચાર્જશીટ પ્રમાણે સુનીલે તેની 62 વર્ષની માતાની ચપ્પુ મારીને હત્યા કરી હતી. વૃદ્ધ મહિલાની લાશ અલગ અલગ ટુકડામાં કાપેલી મળી હતી. દરેક હિસ્સા પર મીઠું-મરચું ભભરાવમાં આવ્યું હતું. પોલીસે જ્યારે સુનીલની ધરપકડ કરી ત્યારે તેના મોઢામાંથી લોહી ટપકતું હતું. ત્યાર પછી તેણે માતાનાં અંગ ખાધાં હોવાની વાત સ્વીકારી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે સુનીલને દારૂ પીવાની આદત હતી. તેણે તેની માતા પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતાં તેણે ગુસ્સામાં માતાની હત્યા કરી દીધી હતી. ત્યાર પછી આરોપીએ માતાના ડાબા હિસ્સાને કાપ્યો અને એમાંથી હૃદય, કિડની અને આંતરડાં કાઢીને રસોડામાં મૂક્યાં અને એના પર મીઠું-મરચું ભભરાવીને ખાવા લાગ્યો હતો. આ કેસમાં 12 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં, જેમાં આરોપીના સંબંધીઓ અને પડોશીઓ પણ સામેલ છે. દરેકે જણાવ્યું કે દારૂ પીધા પછી આરોપી આઉટ ઓફ કંટ્રોલ થઈ જતો હતો.

Related posts

Leave a Comment