કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?

મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/ દેખાય છે.
શગુફતા અલીએ કહ્યું, ” છેલ્લાં 36વર્ષોમાંથી 32 વર્ષ ખૂબ જ સરસ ચાલ્યા, મેં ખૂબ જ કામ કર્યું, ખૂબ જ સંઘર્ષ કર્યો, પરિવારને અને પોતાને સંભાળી. ચાર વર્ષ પહેલાં ઘણા ઓડિશન્સ થયા. પણ કશું કામ થઈ ન રહ્યું હતું. તે દરમિયાન ડાયાબિટીસના કારણે મારા પગમાં સમસ્યા વધી, તેમજ ડાયાબિટીસના લીધે મારી આંખોને પણ અસર થઈ. હું આ છેલ્લાં 4 વર્ષોની પીડા સહન ન કરી શકી.” આંખોમાં આંસુ સાથે શગુફતા અલીએ પોતાની તકલીફ જણાવી.

તેમજ ડાન્સ દીવાને 3 ના આ એપિસોડમાં અભિનેતા ફરહાન અખ્તર, અનિલ કપૂર અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી મહેમાન તરીકે દેખાશે.

Related posts

Leave a Comment