સમાચાર

માતાને મોતને ઘાટ ઉતારી તેનાં અંગને કોળિયો કરનાર આરોપીને મળી મોતની સજા

પોતાની સગી માને મારી તેનાં હૃદય, કિડની અને આંતરડાંને ખાધાં દારૂ પીવાનાં પૈસા ના મળવાના કારણે માણસ બન્યો દાનવ નેશનલ: પોતાની માતાની નિર્દયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને કોળિયો કરી જનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતા સમયે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી જોઈ નથી, તેથી આરોપીને કડક સજા આપવી જોઈએ. 35 વર્ષનો સુનીલ કુચિકોરવી ઘટના સમયથી જ જેલમાં બંધ છે. આરોપી પાસે ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો છે. કોલ્હાપુરમાં આ ઘટના 28 ઓગસ્ટ 2017માં થઈ…

રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુ યથાવત

ગુજરાત: રૂપાણી સરકારે આજ રોજ રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા. ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ…

‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ ની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ

નવા પ્રેસિડેન્ટ તથા નવા સભ્યોને નિમણૂક કરીને જવાબદારી સોંપાઈ સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યોમાં સંસ્થાનું મહત્ત્વનું યોગદાન ગુજરાત: ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસ્થાના ભાગીદાર તમામ મહિલાઓ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી વિધિવત રીતે સંસ્થાના સભ્ય બન્યાં. મમતા દિવસની ઉજવણી સ્વરૂપે મિટિંગ યોજવામાં આવેલી. ધ્રાંગધ્રામાં આવેલ ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓનું ધ્રાંગધ્રામાં સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્ત્વનું યોગદાન છે. ગત બુધવારે આવનાર મમતા દિવસની ઉજવણી…

અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા જનચેતનાનાં આંદોલન ભાગ રૂપે ડીઝલ પેટ્રોલનાં વધતા ભાવ સામે વિરોધ દર્શાવ્યો

દેશમાં દરેક ચીજ વસ્તુઓનાં વધતા ભાવો સામે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં કોંગ્રેસના મંચસ્થ મહાનુભવો માસ્ક વગર જોવા મળ્યા હતા ગુજરાત: અત્યારે દેશમાં ચાલી રહેલી મોંઘવારી સામે દેશની તમામ પ્રજા ત્રાહિમાંમ પોકારી રહી છે ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઇને દરેકમાં વસ્તુઓમાં આજે ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલ – પેટ્રોલનાં દિવસેને દિવસે કૂદકે ને કૂદકે વધતા જતા ભાવો સામે પ્રજા લાચાર બની છે. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ જનચેતના આંદોલન દ્રારા વધતા જતા ડીઝલ પેટ્રોલનાં ભાવો સામે વિરોધ દર્શાવ્યો હતો. અમીરગઢ કોંગેસ સમિતિ દ્રારા આજરોજ અમીરગઢ…

કૌભાંડ: કરોડોની મિલકત ચાઉં!, કેસમાં સંડોવાયેલ બે વ્યક્તિના આગોતરા જામીન થયાં મંજૂર

ગાંધીનગરના વેપારીની કરોડોની જમીન પચાવી જવાના કેસમાં પોલીસે ગાંધીધામના ચાર વ્યક્તિની ધરપકડ કરેલી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતાં અન્ય બે વ્યક્તિ સંડોવાયેલા હોવાનું બહાર આવેલું સુરેન્દ્રનગરના યુવા વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે દરખાસ્ત મૂકેલી ગુજરાત: એક જ નામના વ્યક્તિઓ ઘણા બધા હોય છે. આમ તેમના નામની સાથે ઘણી વખત એમની અટક પણ મળતી આવતી હોવાથી ઘણા-બધા ખોટા પુરાવા (દસ્તાવેજ) રજૂ કરીને જમીન પચાવી જવાના કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે ગાંધીનગરના એક વેપારી સાથે જ આવી જ કાઈ ઘટના બની હતી. વર્ષ 1989 માં અમૃતલાલ…

ધ્રાંગધ્રાના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં રસ્તો ભૂલ્યા

વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા જતાં વચ્ચે બાઇક થયું બંધ, આખો દિવસ રણમાં ભૂખ્યા-તરસ્યા થયા બેભાન રણમાં કોઈ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા નજીકના ગામના માણસો બંને વ્યક્તિને બચાવવા દોડી આવ્યાં ગુજરત: ધ્રાંગધ્રાના તાલુકાના દલવાડી સમાજના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. રણમાં રસ્તો ભુલતાં આખો દિવસ વીતી જતા ભૂખ્યાં-તરસ્યા રણમાં વલખા મારી રહ્યાં હતાં. તેવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા કેટલાંક માણસો બંને વ્યક્તિને બચાવા દોડી આવ્યાં હતાં. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના અને ધ્રાંગધ્રાના દલવાડી સમાજના બે વ્યક્તિ સવારે…

ધ્રાંગધ્રાના હોલસેલના વેપારીના ₹ 2.50 લાખ ભરેલો થેલો ઝૂંટવી બે શખ્સો ફરાર

વૃંદાવન સોસાયટી નજીક બાઇક પર બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી પૈસાનો ધેલો લઈ ગાયબ વેપારીએ બે અજાણ્યા બાઇક સવાર સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ગુજરાત: ધ્રાંગધ્રાના વેપારી ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ થેલામાં રાખી નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી રૂપિયાનો ધેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. વેપારીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના વેપારી અનિલભાઈ મહેતા કિરાણા સ્ટોરની હોલસેલની દુકાન ચલાવે છે. દુકાનમાં તેમની સાથે તેમનો દીકરો ભાવિન અને…

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી!

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી, પણ જીવંત સ્ત્રી, ખાસ કરીને પોતે પોતાને જ લાક્ષણિકરૂપે વ્યક્ત કરતી હોય તેવી સ્ત્રી, મારે માટે રસનો વિષય છે. ગયાં અઠવાડિયે અલગ-અલગ રાજ્યની ભારતીય કવયિત્રીઓની કવિતાઓ વાંચી હતી. હવે આ અંકમાં દેશના વિદેશની કવયિત્રીઓએ લખેલી કવિતાઓનો આસ્વાદ લઈએ. ઇસાડોરા ડંકન નામની અમેરિકન કવયિત્રી એ એક શૃંગારિક કવિતા લખી છે: મારી તો પરમાર પાતળી, શ્વેત સુંવાળા હાથ; હૈયું રાજી-રાજી કરતી એવી છે તહેનાત! ફૂટ્યાં સ્તનના બે ગલગોટા ગોળગોળ મધમીઠા; ભૂખ્યા મારા મુખને દેતાં આમંત્રણ અણદીઠા! ખિલખિલ…

“આવો વિવાનની વ્હારે”, માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોની મદદની માંગણી

મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત વિવાનની મદદ અર્થે ધ્રાંગધ્રા, ખેરવા અને માલવણનાં યુવાનો એકઠાં થયાં ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદ કરવા અપીલ ધ્રાંગધ્રા-માલવણ વાઇવે પર આવેલ માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોએ પરિવહન કરતાં વાહન ચાલકો પાસેથી દાન એકઠુ કરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. યુવાનો દ્વારા “આવો વિવાનની વ્હારે” અને “વિવાનને મદદ કરો” તેવા પોસ્ટર સાથે પરિવહન કરતાં રાહદારીઓને દાન કરવા જણાવી રહ્યાં છે. ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદરૂપ થવા કરી અપીલ. ગીર…

ધ્રાંગધ્રાના વોર્ડ 4માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય પડી જતાં તાત્કાલિક JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી

ગટરમાં ગાય ખાબકી હોવાની આ ચોથી ઘટના, અનેક વખત બાળકો, વૃદ્ધ અને ગાયો પડવા છતાં તંત્ર ઊંઘમાં નજીકમાં શાળા અને આંગણવાડી હોવાથી બાળકોના વાલીમાં છવાયો રોષ, “અમારા બાળકોની જવાબદારી કોણ લેશે??” ગુજરાત: ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો હતો. ગટર ખૂલ્લી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અવર-નવર ગાય ગટરમાં પડી જતી હોવા છતાં ખૂલ્લી ગટરને ઢાંકવાનો તંત્ર પાસે સમય જ નથી. ઉપરાંત કે, આ વિસ્તારમાં શાળા નંબર 7 અને આંગણવાડી…