કૌભાંડ: કરોડોની મિલકત ચાઉં!, કેસમાં સંડોવાયેલ બે વ્યક્તિના આગોતરા જામીન થયાં મંજૂર

  • ગાંધીનગરના વેપારીની કરોડોની જમીન પચાવી જવાના કેસમાં પોલીસે ગાંધીધામના ચાર વ્યક્તિની ધરપકડ કરેલી
  • પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતાં અન્ય બે વ્યક્તિ સંડોવાયેલા હોવાનું બહાર આવેલું
  • સુરેન્દ્રનગરના યુવા વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે દરખાસ્ત મૂકેલી

ગુજરાત: એક જ નામના વ્યક્તિઓ ઘણા બધા હોય છે. આમ તેમના નામની સાથે ઘણી વખત એમની અટક પણ મળતી આવતી હોવાથી ઘણા-બધા ખોટા પુરાવા (દસ્તાવેજ) રજૂ કરીને જમીન પચાવી જવાના કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે ગાંધીનગરના એક વેપારી સાથે જ આવી જ કાઈ ઘટના બની હતી. વર્ષ 1989 માં અમૃતલાલ ભાણજીભાઈ શાહ નામના વેપારીએ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલ કુલ ક્ષેત્રફળ 1321355 ચો.મી.ની જમીન માલિકી ધરાવતાં માદેવા નારણભાઈ પાસેથી કાયદેસર ધોરણે ખરીદી હતી. ત્યારબાદ તે જમીનની કાયદેસરની માલિકી ગાંધીનગરના વેપારી અમૃતલાલ શાહની હતી.

પરંતુ સપ્ટેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન પડાણા ગામના અમૃતભાઈ શાહ નામના અન્ય વ્યક્તિએ વેપારી અમૃતલાલ શાહના ભળતા નામનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર ધોરણે મૂળ માલિકી ધરવાતાની જમીન પોતાના નામે નોંથી પચાવી પાડી હતી. ત્યારબાદ બાદ તે જમીન સન્મુખ અપ્પા રાવ નામના વ્યક્તિને રૂ.1,36,71,000 (એક કરોડ છત્રીસ લાખ એકોત્તેર હજાર)માં જમીનના વેચાણ દસ્તાવેજ કરી વેચી નાખેલી.

જેની મૂળ માલિકને જાણ થતાં તેમને RTI મારફતે સમગ્ર માહિતી એકત્રિત કરીને નવેમ્બર, 2020માં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંથાઈ હતી. ત્યારે પોલીસે જમીન પચાવી જવાના કૌભાંડમાં અમૃતભાઇ ભાણજી શાહ (મૂળ નામ પ્રવીણ વેરશીભાઇ બોરીચા), સન્મુખ અપ્પન રાવ, ભાવેશ દિનેશભાઇ રાઠોડ, વિરેન્દ્ર સુરેશભાઇ પટેલ સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરેલી. બાદ તેઓની પૂછપરછ કરતાં અન્ય બે વ્યક્તિ પરેશ દામજીભાઇ ગડા અને મહેન્દ્ર ખેલશંકર રાજગોરનું મદદગીરીમાં નામ બહાર આવેલું. જોકે આ બંને વ્યક્તિનું મદદગારીમાં નામ ન હોવાની વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના યુવા વકિલ એસ. ડી. મોઘરીયા દ્વારા સમગ્ર કેસમાં પરેશ ગડા અને મહેન્દ્ર રોજગોરની કોઈપણ પ્રકારે સંડોવણી ન હોવાના સંદર્ભે જરુરી પુરાવા અને ધારદાર રજૂવાતને હાઇકોર્ટ સમક્ષ મુકતા ટૂંકાગાળામાં બંને વ્યક્તિના આગોતરા જામીન મંજૂર કરાવ્યાં હતાં.

Related posts

Leave a Comment